સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે : CM વિજય રૂપાણી 

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે : CM વિજય રૂપાણી 
ફાઈલ તસવીર

ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સીએમ વિજય રૂપાણી અને નાયબ સીએમ નિતિન પટેલ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુલાકાત કરી છે. સૌ કોઇ તર્ક લગાવી રહ્યું હતુ કે આ મિટીંગ પાછળનું કારણ શુ હશે.

  • Share this:
ગાંધીનગરઃ વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ (Businessman Lakshmi Mittal) ગુજરાતની (Gujarat) મુલાકાત લીધી હતી. લક્ષ્મી મિતલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સીએમ વિજય રૂપાણી (CM vijay rupani) અને નાયબ સીએમ નિતિન પટેલ (Dy CM nitin patel) સાથે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર મુલાકાત કરી છે. સૌ કોઇ તર્ક લગાવી રહ્યું હતુ કે આ મિટીંગ પાછળનું કારણ શુ હશે . આ બેઠક અંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતુ કે મિતલ ગૃપ આગામી સમયમાં ગુજરાતમાં ૫૦ હજાર કરોડનું રોકાણ કરશે

વિશ્વ મહિલા દિવસના પૂર્વ દિવસે સરકાર દ્વારા તૈયાર થયેલી સંસ્થાના માધ્યમથી મહિલાઓના નવા ઇનોવેશન કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી.આ પ્રસંગે મિડીયા માહિતી આપતા ગુજરાત રાજ્યના સીએમ વિજય રૂપાણી કહ્યું હતુ કે ગુજરાતમા આજે તમામ ઉદ્યોગપતિ અહીં આવવા માંગે છે . બેસ્ટ લોકેશન ઉદ્યોગ કારકો માટે સાબિત થયું છે . પીએમ મોદીની હાજરીમાં લક્ષ્મી મિતલ સાથે બેઠક થઇ હતી. બેઠકમાં તેઓ ગુજરાતમા 50 હજાર કરોડના રોકાણની આશા વ્યક્ત કરી છે . આમ ગુજરાત વધુ ૫૦ હજાર કરોડનું રોકાણ કરશે.

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

નોંધનિય છે કે લક્ષ્મી મિતલે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટોની મુલાકાત લીધી હતી. ગઇ કાલ સાંજના સમયે લક્ષ્મી મિતલ ગુજરાત આવેલા વડાપ્રધાન મોદી તેમજ ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ સીએમ સાથે અમદાવાદ એરપોર્ટ પર એક બેઠક કરી હતી.

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

પીએમ મોદી ભારતીય સેનાની ત્રણેય પાંખની કોન્ફરન્સમ્ ભાગ લેવા માટે કેવડિયા આવ્યા હતા . મોડી સાંજે કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ પીએમ મોદી કેવડિયાથી દિલ્હી જવા। માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા . તે સમયે આ મુલાકાત થઇ હતી.આ પ્રસંગે સીએમ રૂપાણીએ બહેનો સંબોધન કરતા કહ્યું હતુ કે નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો ફાળો મહત્વપૂર્ણ બનશે.
Published by:ankit patel
First published:March 08, 2021, 01:18 am

ટૉપ ન્યૂઝ