'એકતા યાત્રા': અમિતભાઈ-આનંદીબેન, વિજયભાઈ-નીતિનભાઈ અને વચ્ચે મોદી!

News18 Gujarati
Updated: October 31, 2018, 2:10 PM IST
'એકતા યાત્રા': અમિતભાઈ-આનંદીબેન, વિજયભાઈ-નીતિનભાઈ અને વચ્ચે મોદી!
narendra modi

મોદીએ આગ્રહ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને સાથે બેસાડ્યાં, તો ડાબી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલને બેસાડી દીધા!

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સરદારે તો રજવાડાં એક કરીને દેશને અખંડ બનાવી દીધો. હવે દેશ એકસૂત્રથી જોડાય કે ન જોડાય કિન્તુ આજે સરદારના નામે ગુજરાતના રાજકારણના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાઓને એકસાથે 'પિક્ચર કર્ટસી' માટે પણ જોડવાનો પ્રયાસ વડાપ્રધાન મોદી દ્વારા થઇ ગયો!

આજે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું પ્રસરણ લાઈવ નિહાળતા લોકોને સરદારે સ્થાપેલી એકતાથી વિશેષ કેટલીક 'નવી એકતા' જોવાની તક સાંપડી. આજે પ્રદર્શનની મુલાકાત લેતી વખતે એક અદભુત નજારો જોવા મળ્યો. જ્યાં પ્રદર્શનની અંદર મોટા સ્ક્રિન તરફે સૌથી પહેલા ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીજી અને ત્યારબાદની બેઠકોમાં વડાપ્રધાન મોદીએ આગ્રહ કરીને તેમની જમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને સાથે બેસાડ્યા તો તેમની ડાબી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલને બેસાડી દીધા!

આ પણ વાંચોઃ બે દિવસ પૂર્વે PM પર તાડુકનારા શંકરસિંહે અચાનક મોદીનો કેમ માન્યો આભાર?

વડાપ્રધાન મોદીની ડાબે-જમણે બેઠેલા આ રાજનેતાઓના રાજકિય સમીકરણો વિષે ઘણુંબધું આગાઉ ચર્ચાઈ ચૂક્યું હોઈ, આ વિષે અત્યારે કોઈ ઉલ્લેખ કરવાનો અસ્થાને રહેશે। હા, એટલું જરૂર કે આ બધાને સાથે બેસાડીને વડાપ્રધાન મોદી કદાચ એવું સાબિત કરવા માંગતા હશે કે, "હમ સાથ સાથ હૈ !" (બાકી અંદરનું રામ જાણે, કે મોદી સાહેબ ખુદ !!!)

ગમે તે હોય પણ આજથી ભાજપે લોકસભા ચૂંટણી લડવા માટે 'પ્રાંતવાદ' ને આગળ ધરીને "એક ભારત, શ્રેષ્ઠ ભારત"નો નારો આખરે આપી જ દીધો ! આ અગાઉ 31 ઓક્ટોબર, 2014ના રોજ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ના નિર્માણનો પ્રારંભ થયો ત્યારે ભાગ્યે જ કોઈને એ વાતનો અંદેશો હશે કે બરાબર ચાર વર્ષ પછી એટલે કે 31 ઓક્ટોબર, 2018ના રોજ આ 182 મીટર ઊંચી ‘સરદાર’ની પ્રતિમાનો ઉપયોગ રાજકીય મંચ માટે થશે.
First published: October 31, 2018
વધુ વાંચો
अगली ख़बर