મોદીએ નારાજ આદિવાસીઓને મનાવવાનો કર્યો પ્રયાસ? ભાષણમાં વારેવારે કર્યો ઉલ્લેખ

News18 Gujarati
Updated: October 31, 2018, 12:07 PM IST
મોદીએ નારાજ આદિવાસીઓને મનાવવાનો કર્યો પ્રયાસ? ભાષણમાં વારેવારે કર્યો ઉલ્લેખ
નરેન્દ્ર મોદી

"સરદાર પટેલની આ વિશાળ પ્રતિમા આદિવાસીઓના યોગદાનનું સ્મારક છે, જેમણે દેશની વિકાસયાત્રામાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું છે."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ લોખંડી પુરુષનું બિરુદ પામેલા સરદાર પટેલની જન્મ જયંતિએ પીએમ મોદીએ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના ખેડૂતો, યુવા વર્ગ, એન્જીનિયર્સ, રાજા-રજવાડાઓને યાદ કર્યા. પરંતુ મોદીએ આ પ્રસંગે આદિવાસી લોકોને ખાસ યાદ કર્યા. દેશની આઝાદીમાં તેમના બલિદાનથી તેમના સ્ટેચ્યૂ ઓફિ યુનિટીના નિર્માણથી તેમને થતાં ફાયદાઓ પણ ગણાવ્યાં હતા. કદાચ આવું કરીને તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટિને કારણે જમીન ગુમાવનારા તેમજ વિસ્થાપિતોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આદિવાસીઓએ કર્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટી કાર્યક્રમનો બહિષ્કાર

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ શરૂ થયું ત્યારથી અહીંના સ્થાનિક આદિવાસીઓ આનો વિરોધ કરતા આવ્યા છે. 31મી ડિસેમ્બરના રોજ એટલે કે આજે તેમણે તેના વિરોધમાં વિવિધ રેલીઓ તેમજ ઘરના ચુલા નહીં સળગાવવાનો નિર્ણય કર્યો છે. આજ કડીમાં વિરોધ કરતા છેલ્લા 15 દિવસમાં નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ નરેન્દ્ર મોદી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પોસ્ટર્સ ફાડી નાખવાની ઘટનાઓ પણ બની હતી. આદિવાસીઓની દલીલ છે કે જે જગ્યાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે તે જમીનને ખોટી રીતે સરકારે તેમની પાસેથી આંચકી લીધી છે.

આ પણ વાંચોઃ 'સરદારની પ્રતિમા બનાવીને ભારતે ઇતિહાસ રચ્યો,' વાંચો, મોદીના ભાષણની ખાસ વાતો

મોદીએ આદિવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ગણાવ્યાં ફાયદા

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણ બાદ પોતાના ભાષણમાં પીએમ મોદીએ આદિવાસીઓને ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે, "સરદારની પ્રતિમાથી આદિવાસીઓને રોજગારી મળશે. પ્રકૃતિએ તમને જે સોંપ્યું છે તે આધુનિક રીતે કામ આવશે. દેશે જે જંગલો વિશે કવિતાઓ સાંભળી હતી તે તેમજ આદિવાસીઓની પરંપરાઓ વિશે આખી દુનિયા હવે તેનો સાક્ષાતકાર કરશે."પોતાના ભાષણમાં મોદીએ ત્રણથી ચાર વખતે આદિવાસીઓનું નામ લીધું હતું. એક પ્રસંગે તેમણે જણાવ્યું કે, "સરદાર પટેલની આ વિશાળ પ્રતિમા આદિવાસીઓના યોગદાનનું સ્મારક છે, જેમણે દેશની વિકાસયાત્રામાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું છે."
First published: October 31, 2018, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading