સ્ટેશનરી વેપારીઓમાં ખુશીની લહેર: 10 મહિનાથી નિરસ બનેલા વેપારમાં ખરીદી શરૂ

સ્ટેશનરી વેપારીઓમાં ખુશીની લહેર: 10 મહિનાથી નિરસ બનેલા વેપારમાં ખરીદી શરૂ
સ્કૂલો શરૂ કરવાની જાહેરાત સાથે સ્ટેશનરી બિઝનેસમાં તેજી.

રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો 200 કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. છેલ્લા 10 મહિનાથી શૈક્ષણિક સંસ્થા (Education institutes)ઓ બંઘ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર ઠપ્પ છે. પરંતુ આખરે કોરોનાને કારણે મંદ પડી ગયેલા સ્ટેશનરી બિઝનેસ (Stationary Business)માં ખરીદી શરૂ થતાં વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો કરોડો રૂપિયાનો વેપાર જાણે તળીયે આવી ગયો હતો. હવે જ્યારે સરકારે સ્કૂલો (Schools reopen) શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે સ્ટેશનરીના વેપારમાં જાણે પ્રાણ ફૂંકાયા છે. રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો 200 કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. છેલ્લા 10 મહિનાથી શૈક્ષણિક સંસ્થા (Education institutes)ઓ બંઘ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. હવે સરકારે 11મી જાન્યુઆરીથી સ્કૂલો અને કૉલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતા જ વેપારીઓમાં ખુશી છવાઈ છે. સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે.

સરકારની જાહેરાત પ્રમાણે પહેલા ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય ધોરણના વર્ગો શરૂ થશે. વેપારીઓને આશા છે કે ધંધો 80 ટકા જેટલો સુધરશે. વર્ષની શરૂઆત થતા જ પેન પેન્સીલ, બુક્સ, નોટબુક સહીતનું વેચાણ ભારે માત્રામાં થતું હોય છે, પરંતુ કોરોનાને કારણે વેપાર ફક્ત 30 ટકા જેટલો થઈ ગયો હોવાનું સ્ટેશનરીના વેપારી શૈલેષભાઇ પટેલ જણાવી રહ્યા છે.તસવીરો જુઓ: અમદાવાદ: BRTS બસ ધડાકાભેર થાંભલા સાથે અથડાઈ, બસના આગળના ભાગનો કચ્ચરઘાણસ્ટેશનરીના અન્ય વેપારી હર્નિશભાઈ કહે છે કે દર વર્ષે ટેક્સ બુકના વ્યવસાયમાં રેફરન્સ બુક્સ, લોગબુક અને એસાઇનમેન્ટ બુક્સને કારણે વેપારીઓને વ્યવસાય મળી રહેતો હતો પરંતુ ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાથી આ બુક્સનું વેચાણ નહિવત પ્રમાણમાં થયું છે. જ્યારે કેજી સેક્સનની બુક્સો તો આ વર્ષે વેચાઇ પણ નથી. વેપારીઓએ કરેલો સ્ટોક હજુ યથાવત છે. જોકે, હવે શાળાઓ અને કૉલેજો શરૂ થશે એટલે આ ધંધો ફરી પાટા પર આવી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં માત્ર સ્ટેશનરી જ નહીં, સ્કૂલબેગ્સ, સ્કૂલ યુનિફોર્મ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની રોજી રોટી પણ શાળાઓ પર નભેલી છે.

આ પણ વાંચો: જૂનાગઢ: સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીની ગળેફાંસો ખાઈને આપઘાત, કારણ અકબંધગુજરાતમાં સ્કૂલો ખોલવાની જાહેરાત

બે દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ રાજ્યમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે.

શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં. શાળાઓએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:January 08, 2021, 13:56 pm

ટૉપ ન્યૂઝ