Home /News /madhya-gujarat /AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન- ગુજરાતમાં થયેલ હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર

AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન- ગુજરાતમાં થયેલ હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર

દેશની આઝાદી માટે મૌલવીઓએ પોતાનું લોહી રેડયપ છે: ઓવૈસી

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સમં જણાવ્યુ હતું કે, હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલી હિંસા માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર છે. કોઈ પણ રાજ્યમાં હિંસા થાય, તો તેની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. ગુજરાતની વર્તમાન સરકાર સાંપ્રદાયિક સોહાર્દ જાળવવામાં નિષ્ફળ નીવડી છે.

વધુ જુઓ ...
ગુજરાતમાં થોડા મહિલાઓ બાદ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) યોજાવાની છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ પાર્ટીઓ ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ કરી રહી છે. આ માટે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-આત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અહીં તેમણે પત્રકાર પરિષદ સંબોધન દરમિયાન રાજયમાં રામનવમીના દિવસે થયેલી હિંસા મામલે રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. અને ઓવૈસીએ રામનવમી દરમિયાન થયેલ હિંસા મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સમં જણાવ્યુ હતું કે, હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલી હિંસા માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર છે. કોઈ પણ રાજ્યમાં હિંસા થાય, તો તેની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. ગુજરાતની વર્તમાન સરકાર સાંપ્રદાયિક સોહાર્દ જાળવવામાં નિષ્ફળ નીવડી છે. રાજ્ય સરકારની જવાબદારી કે રજ્યમાં લો ઓન ઓર્ડર જાળવે. પરંતુ ગુજરાતમાં રાજ્ય સરકાર લો ઓન ઓર્ડર કરવામાં નિષ્ફળ રહી છે.



આ સાથે જ ઓવૈસીએ એવું પણ કહ્યું કે, હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા મામલે યોગ્ય તપાસ થવી જોઇએ. ટ્રાયલ બાય લીડ સ્ટોરી ન કરવી જોઇએ. કોઇ એક ધર્મના નામે આ રીતે ન થવું જોઇએ. ઓવૈસીએ રાજ્ય સરકારને એવો પણ સવાલ કર્યો હતો કે, જો રાજ્ય સરકાર પાસે આઇ.બી ઇનપુટ હોય તો સરકાર કેમ કોઇ કાર્યવાહી ન કરી. પોલીસ અને સરકારે ઝુલુસની પરવાનગી આપી હતી તો યોગ્ય સ સુરક્ષા વ્યવસ્થા કેમ ગોઠવી નહીં.

આ પણ વાંચો- વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, પ્રવીણ મારુએ કેસરિયો ખેસ કર્યો ધારણ

ઓવૈસીએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કહ્યું કે, રાજયમાં આગામી ચૂંટણી AIMIM કામ કર. ત્યાં જ પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, 15 લાખ એકાઉન્ટમા હજુ આવ્યા નથી અને પીએમ મોદી ભારત અને ચીન સરહદ પર કેમ બોલતા નથી.
First published:

Tags: Ahmedabad news, AIMIM, Asaduddin Owaisi, Assembly Election 2022, ગુજરાત ચૂંટણી 2022