રાજ્ય કક્ષાનાં મંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત બગડી છે. જેના કારણે તેમને સિંગાપુર મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યાં છે. આ પહેલા પણ તેમને સારવાર માટે સિંગાપોર લઇ જવાયા હતાં.
નોંધનીય છે કે મોદી સરકારથી મંત્રીમંડળમાં સ્થાન મેળવતા આવેલા કોળી સમાજના આગેવાન ગણાતા પરષોત્તમ સોલંકી સિવિયર ડાયાબિટીસની અનિયમિતતાથી ઊભી થયેલી તકલીફોથી પીડિતા હતાં. તેમને પહેલા લીવર ફંકશનિંગ ખુબ ઓછુ થઇ ગયું હતું. વારંવાર ડાયાલીસીસ માટે એપોલોમાં હોસ્પિટલાઇઝ કર્યા હતાં.
મહત્વનું છે કે જ્યારે રૂપાણી સરકારે ખાતાની ફાળવણી કરી ત્યારે મંત્રી પરસોત્તમ સોલંકી નારાજ થયા હતાં. તેમને ત્યારે મત્સ્ય ઉદ્યોગ ખાતુ સોંપવામાં આવ્યું હતું. સોલંકી પોતાની નારાજગી વ્યક્ત કરવા સીએમને મળવા પણ હતાં. તેમણે જણાવ્યું હતું કે, પાંચ વખત જીત્યા પછી પણ મત્સ્ય ઉદ્યોગ જેવું એક માત્ર ખાતું સંભાળતા મને સંકોચ થાય છે. સોલંકીએ રુપાણી પર સીધું નિશાન તાકતા કહ્યું હતું કે, સીએમ પોતે 12 ખાતાં લઈને બેઠા છે, ત્યારે મને વધારે જવાબદારી સોંપવામાં શું વાંધો છે? બધા સમાજનું કામ કરી શકું તેવું ખાતું મળે તો હું પણ સારી રીતે કામ કરી શકું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર