એકાકી જીવન જીવતા વૃદ્ધોના આરોગ્યની સંભાળ રાજ્ય સરકાર રાખશેઃ ડે. CM નીતિન પટેલ

News18 Gujarati
Updated: May 16, 2018, 10:22 PM IST
એકાકી જીવન જીવતા વૃદ્ધોના આરોગ્યની સંભાળ રાજ્ય સરકાર રાખશેઃ ડે. CM નીતિન પટેલ
રાજ્યમાં એકાકી જીવન જીવતા વૃદ્ધો માટે સારા સમાચાર આવી ગયા છે. એકાકી જીવન જીવતા વૃદ્ધોની આરોગ્યની સંભાળ રાજ્ય સરકાર કરશે.

રાજ્યમાં એકાકી જીવન જીવતા વૃદ્ધો માટે સારા સમાચાર આવી ગયા છે. એકાકી જીવન જીવતા વૃદ્ધોની આરોગ્યની સંભાળ રાજ્ય સરકાર કરશે.

  • Share this:
રાજ્યમાં એકાકી જીવન જીવતા વૃદ્ધો માટે સારા સમાચાર આવી ગયા છે. એકાકી જીવન જીવતા વૃદ્ધોની આરોગ્યની સંભાળ રાજ્ય સરકાર કરશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જીવન જીવતા વયસ્કો, વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે મુલાકાત પાયલોટ પ્રોજેક્ટ હાલ ગાંધીનગર મ્યુનિસિલપ કોર્પેરેશન વિસ્તારમાં અમલી બનાવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકાંકી જીવન જીવતા વૃદ્ધા-વયસ્કોની સંખ્યામાં વધારો થયો હોવાથી રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને આ નિર્ણય કર્યો છે.

આ પાઇલોટ પ્રોજેક્ટ હાલ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અમલી બનાવાશે. જેમાં 70 કે તેથી વધુ વયના વૃદ્ધોને આવરી લેવાશે. આ માટે વૃદ્ધો તેમના નિયત ફોર્મમાં વાર્ષિક રૂ.1000 ટોકન ફી સાથે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન વખતે ઓળખપત્ર, રહેઠાણનો પૂરાવો અને ઉમરના દાખલાની સ્વયંપ્રમાણિત નકલ પૂરી પાડવાની રહેશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રેજેક્ટ હેઠળ ડોક્ટર, સ્ટાફનર્સ અને એટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની ગૃહ મુલાકાત દર પંદર દિવસે લઇને પ્રાથમિક તપાસણી અને સારવાર આપીને માર્ગદર્શન આપશે. આકસ્મિક સંજોગોમાં જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે ગૃહ મુલાકત લઇને સારવાર આપશે. આ પ્રકારની મુલાકાત માટે રૂ.200નો ટોકન ચાર્જ લેવાશે. મુલાકાત વખતે બીપી માપવાનું મશીન, ઇસીજી મશીન, ઇન્હેલર, વજન કાંટો તથા વૃદ્ધો માટે ઉમંર સાથે સંબંધિ તકલીફો માટેની સામાન્ય દવાઓ સાથે જ હશે. જેથી તાત્કાલિક સારવાર સમયસર મળી રહે.
First published: May 16, 2018, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading