અમદાવાદઃ સિંહોના મોત ટાળવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું

News18 Gujarati
Updated: August 26, 2019, 9:05 PM IST
અમદાવાદઃ સિંહોના મોત ટાળવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

સરકાર તરફે રજુ કરવામાં આવેલા સોંગદનામામાં કુલ 13 વર્ષમાં 37, 201 ખુલ્લા કુવાની આગળ વાળ ઉભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ સરકાર તરફે રજુ કરવામાં આવેલા સોંગદનામામાં કુલ 13 વર્ષમાં 37, 201 ખુલ્લા કુવાની આગળ વાળ ઉભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  જોકે પાછલા 13 વર્ષમાં ચાલું વર્ષ  દરમિયાન સૌથી ઓછા 703 કુવા આગળ વાળ ઉભી કરવામાં આવી છે. પીપાવાવ પોર્ટ થી સુપેન્દ્રનગર વચ્ચેથી પસાર થતી રેલ્વે પાસે મોટી સંખ્યામાં સિંહોના થતાં મોતને અટકાવવા માટે 81.06 કી.મી લાંબી ફેન્સ બનાવવામાં આવી છે.. એટલું જ નહિ આ વિસ્તારમાં 75 જેટલા સિંહોને રેડિયો કોલર લગાડવામાં આવ્યા છે.

ગીરમાં આવેલી ખાણ કે જે નિયમોનું પાલન કરતી નથી તેમને સરકાર દ્વારા નોટીસ પાઠવામાં આવી છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા કુલ 134 લોકો વિરૂધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના પાસેથી 6 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યું છે.

ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા અગાઉ હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. આ હાઈ-પાવર કમિટીમાં સરકાર, પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે. હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું હતું કે સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિજપે છે એને કઈ રીતે અટકાવી શકાય એ મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે.

આ પણ વાંચોઃ-રાજ્યમાં કીમીયન કોન્ગો હેમર હેજીક ફીવર પ્રસરે નહીં તે માટે તંત્ર સુસજ્જ : આરોગ્ય કમિશનર

ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારમાં સિંહોના મોત મામલે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામા થકી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનની અડફેટથી સિંહોના મોત થતા હોવાની વાત રેલવે વિભાગએ સ્વીકારી હતી.

ગીર અભ્યાણમાં ખુલ્લા રેલવે વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય સિંહોના થયા છે.. રેલવે વિભાગે સોગંદનામામાં ગીરમાં આવન-જાવન દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો..અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં એવી પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે...પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલવે વિભાગે કબૂલ કરી હતી.
First published: August 26, 2019, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading