હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ રાજ્ય સરકારે ઇ સ્ટેમ્પિંગ સેવાની શરૂઆત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સ્ટેમ્પ પેપરના વેચાણ દરમિયાન થતા કાળા બજારને ડામવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકાર કેટલાક સેન્ટરો તૈયાર કર્યા છે જ્યાંથી સ્ટેમ્પની ખરીદી કરી શકાશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સ્ટેમ્પ પેપરના વેચાણ દરમિયાન કાળા બજારના પ્રશ્નો, કૃત્રિમ અછત, ગેરરીતિ તથા છેતરપીંડિ સહિતની ફરિયાદો ઉઠવા પામી હતી. આ ફરિયાદોને નિવારવા માટે રાજ્ય સરકારે ઇ સ્ટેમ્પિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સ્ટેમ્પ વેન્ડર સીએ, સીએસ કોમન સર્વિસ સેન્ટર નોટરીની ઓફિસમાં ઇ સ્ટેમ્પિંગની સુવિધા શરૂ કરવામાં આવશે.
અહીં ક્લિક કરી વાંચોઃ દુનિયાની ટૉપ પાંચ કંપનીઓ જે ભારતમાં વેચી રહી છે સૌથી વધુ મોબાઈલ
આ નિર્ણય અંતર્ગત 35 નેશનલાઇઝ બેંક, પ્રાઇવેટ બેંક, 90 કો-ઓપરેટિવ બેંકની તમામ શાખાઓ, 1259 સ્ટેમ્પ વેન્ડર, 5500 સીએસ, 11500 સીએ, 3000 નોટરી 185 નોન ફાયનાન્સ અને 20 હજાર સીએસસી સેન્ટર ખાતે આ સુવિધાનો લાભ લઇ શકાશે.