Home /News /madhya-gujarat /રાજ્ય સરકારની દિવાળીની ભેટ: વર્ગ-4ના કર્મચારીને અપાશે બોનસ, 3 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવશે

રાજ્ય સરકારની દિવાળીની ભેટ: વર્ગ-4ના કર્મચારીને અપાશે બોનસ, 3 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવશે

રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીને 3500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા ચુકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીને 3500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા ચુકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

    ગાંધીનગર : રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીને 3500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા ચુકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

    આ મામલે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમ દિવાળી પહેલા જ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે.

    વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે.

    આ સિવાય નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી.

    US Election : 5 મહિલા સહિત 12 ભારતીય સ્ટેટ ઈલેક્શન જીત્યા, 4 પહોંચ્યા કોંગ્રેસ

    US Election : 5 મહિલા સહિત 12 ભારતીય સ્ટેટ ઈલેક્શન જીત્યા, 4 પહોંચ્યા કોંગ્રેસ

    તેમણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી-કર્મચારીઓ-પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના કર્મચારીઓને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને કારણે રાજ્ય સરકાર પર કુલ-૪૬૪ કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

    વધુમાં જણાવ્‍યુ છે કે, ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે કટોસણ રોડ-બહુચરાજી-ચાણસ્મા-રણુજ રેલ્વે લાઇન પ્રોજેક્ટને રૂ.૭૮૭ કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરાશે.

    જાણો - અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર અને કેટલા પ્રકારના ભથ્થા?

    જાણો - અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર અને કેટલા પ્રકારના ભથ્થા?

    તેમણે ઉમેર્યુ કે, આ રેલ્વે લાઇનના ૬૫ કિ.મી. ના ગેઝ કન્વર્ઝનના પ્રોજેક્ટના અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશન લી. ની રચના કરવામાં આવી છે. અંદાજીત રૂ. ૭૮૭ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં કટોસણ રોડ-બહુચરાજીના ૨૭.૫ કિ.મી. ને આવરી લેવાશે. જેની અંદાજીત પ્રોજેક્ટ કિંમત રૂ. ૩૭૫ કરોડ મંજૂર કરવામાં આવી છે. રેલ મંત્રાલય દ્વારા બંને તબક્કાની પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૭૮૭ કરોડ અને સુધારેલ શેર હોલ્ડીંગ પેટર્નમાં જી-રાઇડના ૪૫ %, જીઆઇડીસીના ૨૯ % અને મારૂતિ સુઝુકીના ૨૬ % ને મંજૂરી આપવામાં આવી છે.

    તેમણે ઉમેર્યુ કે, આ નવીન પ્રોજેક્ટના નિર્માણ થકી મહેસાણા અને પાટણ જિલ્લાના યાત્રીઓને મળતી રેલ સુવિધામાં તેમજ માલસામાનના પરિવહનની સુવિધામાં પણ વધારો થશે અને આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ મોટા પ્રમાણમાં વધશે જેના કારણે ધંધા-રોજગારમાં પણ મોટી વૃધ્ધિ થશે.
    First published: