હવે રાજ્યના ડોક્ટરો ઉતરશે હડતાળ પર, બધા ગાંધીનગર કરશે કૂચ

News18 Gujarati
Updated: March 6, 2019, 4:37 PM IST
હવે રાજ્યના ડોક્ટરો ઉતરશે હડતાળ પર, બધા ગાંધીનગર કરશે કૂચ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
હિમાન્સુ વોરા, અમદાવાદ

એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી બાજુ રાજ્યમાં હડતાળની મોસમ ચાલી રહી છે. સરકારી કર્મચારીઓ પોતાની માગણીને લઇને હડતાળ પર ઉતરી રહ્યાં છે. પહેલા આરોગ્ય વિભાગ, ST કર્મચારીઓ અને શિક્ષકો બાદ હવે રાજ્યના ડોક્ટરો પણ હડતાળ પર ઉતરવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિએશનના પ્રોફેસર-આસિસ્ટન્ટ પ્રોફેસરો દ્વારા હડતાળની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ડોક્ટર્સની માગ છે કે તેઓને 7માં પગાર પંચનો લાભ આપવામાં આવે. આ માટે રાજ્યના તમામ ડોક્ટરો પહેલા 9મી તારીખે ગાંધીનગર કુચ કરશે, અહીં તેઓ મહારેલીનું આયોજન કરશે. ત્યારબાદ પણ જો સરકાર તેઓની માગણી નહીં સ્વીકારે તો હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ કૌભાંડી નીરવ મોદીનો મહેલ વિસ્ફોટકોની મદદથી તોડી પડાશે

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ 12થી વધુ દિવસ હડતાળ પર ઉતર્યા બાદ આરોગ્ય કર્મચારીઓની માગણી સ્વીકારવામાં આવી હતી, તો એસટી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની માગણી સંતોષવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. હવે ફરી ડોક્ટરો દ્વારા હડતાળ પર ઉતરવાથી સરકારને તો કશું નહીં પરંતુ રાજ્યની જનતાને વેઠવાનો વારો આવી શકે છે.
First published: March 6, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading