Home /News /madhya-gujarat /

5મી માર્ચથી ગુજરાતમાં યોજાશે સ્ટેટ ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ, 33 ટીમો લેશે ભાગ: પરિમલ નથવાણી

5મી માર્ચથી ગુજરાતમાં યોજાશે સ્ટેટ ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ, 33 ટીમો લેશે ભાગ: પરિમલ નથવાણી

આ ટૂર્નામેન્ટમાંથી રાજ્યમાં યુવા ફૂટબોલ પ્લેયરોને તક મળશે.

જી.એસ.એફ.એ.સાથે 33 જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો જોડાયેલાં છે. દેશમાં ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (G.S.F.A.) દ્વારા નિર્ધારિત માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટો યોજવા અને સંચાલિત કરવા જિલ્લા એસોસિયેશનોને પ્રોત્સાહિત કરાશે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયએશન દ્વારા (Gujarat State Football Association) જાહેરાત કરવામાં આવી છે, કે ગુજરાતમાં પહેલા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી અલગ-અલગ ટીમો સામે આવશે આ ટૂર્નામેન્ટમાંથી રાજ્યમાં યુવા ફૂટબોલ પ્લેયરોને તક મળશે. ગુજરાત સ્ટોટ ફૂટબોલ એેસોસિયેશનના અધ્યક્ષ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, પ્રથમવાર આયોજીત ક્લબ એશોશિએશનનો 5મી માર્ચથી પ્રારંભ થશે. જેમાં 3 ગ્રુપનો સમાવેશ થશે. વિજેતા ટીમોનો GSFC તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવશે. આમાં 990 ખેલાડીઓ ભાગ લેશે જે ઓનલાઈન પોતાની નોંધાણી કરાવી શકે છે.

    જી.એસ.એફ.એ. દ્વારા રેફરીઓ માટે એક રિફ્રેશર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ટુર્નામેન્ટો માટે એક્ટિવ રેફરીઓ તૈયાર થઇ શકે. ભાવનગરમાં ડી લાયસન્સ કોચિંગ કોર્સ આયોજિત કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં આણંદમાં એક હાયર લેવલના બી કોચિંગ કોર્સનું આયોજન છે. સી સર્ટિફિકેટ કોચિંગ કોર્સ માટેની દરખાસ્ત ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનમાં મોકલવામાં આવી છે. જી.એસ.એફ.એ. માને છે કે રેફરીઓ અને કોચ માટેના રિફ્રેશર પ્રોગ્રામો તથા ખેલાડીઓ માટે બને તેટલી વધુ મેચો ફૂટબોલને આગળ ધપાવવાનો એક રસ્તો છે.

    એક અન્ય મહત્વપૂર્ણ પગલામાં G.S.F.A. દ્વારા અત્યાર સુધી નોક-આઉટ રીતે રમાડાતી ટૂર્નામેન્ટો હવે લીગ આધારિત રમાડવાનો નિર્ણય કરાયો છે. જેથી ખેલાડીઓને વધુ મેચો રમવાની તક અને અનુભવ મળે. G.S.F.A.ની નવી ટીમમાં પ્રમુખ ઉપરાંત એક મહા મંત્રી, પાંચ ઉપ-પ્રમુખો, એક ખજાનચી અને સંખ્યાબંધ કારોબારી સભ્યો ફૂટબોલની રમતને રાજ્યમાં નવી ઊંચાઇએ લઇ જવા કટિબદ્ધ છે; એમ તેમણે કહ્યું હતું.

    આ પણ વાંચો: સુરત: બાળકીને ફિલ્મ-સિરિયલમાં કામની લાલચ આપી ત્રણ લાખની છેતરપિંડી કરનાર પત્રકાર ઝડપાયો

    કારોબારી સમિતિ ઉપરાંત G.S.F.A.માં અલગ અલગ વય જૂથોના છોકરા-છોકરીઓને ફૂટબોલ રમતા કરવા માટે વિભિન્ન સમિતિઓ બનાવવામાં આવી છે. જી.એસ.એફ.એ.સાથે 33 જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો જોડાયેલાં છે. દેશમાં ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (G.S.F.A.) દ્વારા નિર્ધારિત માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટો યોજવા અને સંચાલિત કરવા જિલ્લા એસોસિયેશનોને પ્રોત્સાહિત કરાશે. કોવિડ મહામારી ધીમે ધીમે જતી રહેશે તેવી આશા સાથે આવનારા દિવસોમાં જી.એસ.એફ.એ. પૂરા જોમ સાથે ફૂટબોલને આગળ ધપાવવા તત્પર છે. ઉદ્દેશ્ય એ છે કે ફૂટબોલની રમતમાં પણ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થાય. તેમ પણ પરિમલ નથવાણીએ કહ્યું હતુ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Football-match, Parimal Nathwani, ફુટબોલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन