છારાનગરમાં બાળકોએ પોલીસને પૂછ્યું- નિર્દોષોને ફટકારવાનો અધિકાર કોણે આપ્યો?

News18 Gujarati
Updated: August 1, 2018, 3:41 PM IST
છારાનગરમાં બાળકોએ પોલીસને પૂછ્યું- નિર્દોષોને ફટકારવાનો અધિકાર કોણે આપ્યો?
છારાનગરમાં પોલીસ દમનનો વિરોધ કરી રહેલા સ્કૂલના બાળકો.

બાળકોએ પોલીસને એવો સવાલ પણ કર્યો હતો કે શું દેશના બંધારણમાં ક્યાંક એવું લખવામાં આવ્યું છે કે નિર્દોષ લોકોને ફટકારવામાં આવે?

  • Share this:
છારાનગરમાં બે-ત્રણ સ્થાનિક યુવકો સાથે તકરાર બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં અનેક નિર્દોષ લોકોને ફટકાર્યા હતા. એટલું જ નહીં પોલીસે 20થી વધારે લોકો સામે કાર્યવાહી કરતા તેમને જેલમાં ધકેલી દીધા છે. છારાનગરમાં રહેતા લોકો દરરોજ આ બાબતે નવાં નવાં કાર્યક્રમો યોજીને પોલીસ દમનનો વિરોધ કરી રહ્યા છે. જે અતંર્ગત આજે છારાનગરમાં રહેતા સ્કૂલના બાળકોએ પોલીસને ગુલાબના ફૂલો આપ્યા હતા. સાથે જ બાળકોએ પોલીસને એવો સવાલ પણ કર્યો હતો કે શું દેશના બંધારણમાં ક્યાંક એવું લખવામાં આવ્યું છે કે નિર્દોષ લોકોને ફટકારવામાં આવે? સ્વાભાવિક છે કે પોલીસ આ સમયે બાળકોને કોઈ જવાબ આપી શકી ન હતી.

આઠ લોકોનો જામીન પર છૂટકારો

આ કેસમાં ત્રણ વકીલ, એક પ્રેસ ફોટોગ્રાફર સહિત આઠ લોકોએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે પુરાવા અને સંજોગોને ધ્યાનમાં આપીને આઠેય લોકોની જામીન અરજી મંજૂર કરી હતી.

અમિત ચાવડાએ લીધી છારાનગરની મુલાકાત

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે (બુધવારે) છારાનગરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે છારાનગરના લોકોને કોંગ્રેસ તેમની પડખે હોવાની ખાતરી આપી હતી. સાથે જ તેમણે સરકારને આ મુદ્દે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી અને આ મુદ્દે જો સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ તરફથી વિવિધ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી.

છારાનગરની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા.
સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ થાયઃ અમિત ચાવડા

છારાનગરની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "છારાનગરમાં ખુદ રક્ષકો જ ભક્ષક બન્યા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. છારાનગરમાં અનેક લોકો પર અત્યાચાર થયા છે. પોલીસે સામાન્ય મજૂરી કરી રહેલા લોકો, પ્રેસ ફોટોગ્રાફર, વકીલ અને વૃદ્ધાઓને પણ ફટકાર્યા છે. કોંગ્રેસ આ મુદ્દે સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગણી કરે છે. નિર્દોષ લોકો સામે કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવે તેમજ દોષિતો સામે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસની માંગણી છે. એટલું જ નહીં આ કેસની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજ મારફતે કરાવવામાં આવે."
First published: August 1, 2018, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading