Home /News /madhya-gujarat /કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ છે? ખેતીવાડી વિભાગે આ દવાઓની ભલામણો કરી

કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ છે? ખેતીવાડી વિભાગે આ દવાઓની ભલામણો કરી

પ્રતિકાત્મક તસવીર

ચાલુ ખરીફ સીઝનમાં કપાસના આગોતરા વાવેતરમાં અમુક જિલ્‍લામાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી છે. 

  ચાલુ ખરીફ સીઝનમાં કપાસના આગોતરા વાવેતરમાં અમુક જિલ્‍લામાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી છે. જેનાથી પાકને બચાવવા મોજણી અને નિગાહ માટે હેકટરે પાંચની સંખ્‍યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી  ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફુદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવા, ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્‍લી વિણી સુધી હેકટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળ નર કૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા, કપાસના પાકમાં ફુલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્‍તવ્‍યસ્‍ત પધ્‍ધતિથી ૧૦૦ કૂલ-ભમરી/જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો.

  દવાઓનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફુલ/ભમરી તોડી લઈ ઈયળ સહિત નાશ કરવો, ક્ષમ્‍યમાત્રાને અનુસરી કવિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઈસી ૧૦ મીઉલી. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મિ.લી અથવા આલ્‍ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મીઉલી. અથવા સ્‍પીનોસાઈડ ૪૫ એસસી ૦૩ મિ.લી. અથવા એમામેકટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્‍ટામેથ્રીન ૧ ટકા + ટ્રાયઝોફોકસ ૩૫ ટકા ઈસી ૧૦ મીઉલી. અથવા કલોરપાયરીફીસ ૧૬ ટકા + આલ્‍ફાસાયરપરમેથ્રીન ૧ ટકા ઈસી ૧૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથીન ૩૦ ઇસી ૧૦ મી.લી. અથવા કલોરપાયરીફોસ ૫૦ ટકા +સાયરપરમેથ્રીન ૫ ઇસી ૧૦ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્‍યું પી. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારફરતી છંટકાવ કરવો, ગુલાબી ઈયળના ઉપદ્રવ શરૂ થયેલી બીવેરીયા બાસીયાનો ૨.૫ કિલો/હેકટર પ્રમાણે છંટકાવ કરવા ખેતીવાડી વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

  આ સ્ટોરી પણ વાંચો

  કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે: હાર્દિક પટેલ

  કપાસનું બોનસ ન મળતા ખેડુતોએ કર્યો સૂત્રોચ્ચાર, આ યોજનાને ગણાવી લોલીપોપ

  આ ઉપરાંત કપાસના પાકમાં ફુલભમરી તથા જીંડવાની શરૂઆત થયે હેકટરે ૧.૫ લાખ ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડીગાના ગાળે ૫ વખત અને ડિસેમ્‍બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેકટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટી (ક્રાયસોપા)ની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણ કરવા તથા નિયંત્રીત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.

  આ અંગે વધુ જાણકારી આપના વિસ્‍તારના ગ્રામસેવક/વિસ્‍તરણ અધિકારી/કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર(કે.વિ.કેન્‍દ્ર), તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્‍લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્‍તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્‍ટર ટો ફ્રી નંબર- ૧૮૦૦ -૧૮૦- ૧૫૫૧નો સંપર્ક કરવા જણાવાયું છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Advisory, કૃષિ, ખેડૂતો, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन