અમદાવાદમાં હીરાના કારખાના શરૂ, 30 ટકા જ રત્ન કલાકારો કરી શકશે કામ


Updated: May 25, 2020, 7:00 PM IST
અમદાવાદમાં હીરાના કારખાના શરૂ, 30 ટકા જ રત્ન કલાકારો કરી શકશે કામ
અમદાવાદમાં હીરાના કારખાના શરૂ, 30 ટકા જ રત્ન કલાકારો કરી શકશે કામ

કારખાના ચાલુ રાખવા હીરાના કારખાનાના માલિક અને રત્ન કલાકારોએ કોરોનાના સંક્રમણથી બચવા કેટલાક નિયમોનું પાલન કરવું પડશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના સવા લાખ જેટલા રત્ન કલાકારો જેની કાગ ડોળે રાહ જોઈને બેઠા હતા તે હીરાના કારખાના લોકડાઉનના બે મહિના બાદ શરૂ થયા છે. કારખાના શરૂ થતાં રત્ન કલાકારોમાં ખુશીની લહેર ફેલાઈ છે, પરંતુ હવે કારખાના ચાલુ રાખવા હીરાના કારખાનાના માલિક અને રત્ન કલાકારોએ કોરોનાના સંક્રમણથી બચવા કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

કોરોનાના વધતા કેસને કારણે લૉકડાઉનના બે મહિના જેટલા સમય બાદ આખરે અમદાવાદમાં હીરાના કારખાના પણ શરૂ કરવામાં આવ્યા છે. લોકડાઉન-4 નવા રંગરુપમાં છે તેવી રીતે અમદાવાદના હીરાના કારખાનાઓ પણ કેટલાક નવા નિયમો સાથે ખોલવામાં આવ્યા છે. રત્ન કલાકારોને કોરોનાના સંક્રમણથી બચાવવા આ નિયમોનું ફરજીયાત પાલન કરાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદના ખાનગી તબીબોને પ્રેરણા આપતા ડૉકટર સોનારા, કોરોનામાં કરી રહ્યા છે સેવા

આ અંગે વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ પટેલ જણાવે છે કે અમદાવાદમાં સવા લાખ જેટલા હીરાના કારીગરો છે. બે મહિનાથી કારખાના બંધ હોવાના કારણે રત્ન કલાકારો અને તેમના પરીવારની હાલત કફોડી થઈ હતી. તો વળી લૉકડાઉન જાહેર થતા અને છૂટછાટ મળતા ઘણા કારીગરો પોતાના વતન પણ ચાલ્યા ગયા છે. જોકે હવે હીરાના કારખાના ચાલુ થતા રત્ન કલાકારોમાં ખુશીની લહેર છવાઈ છે. જોકે આ કારખાના શરૂ કરવા સાથે કેટલાક નિયમો પણ બનાવ્યા છે.

હીરા ઉદ્યોગના કારખાના ચાલુ થતા કારખાનામાં એક દિવસમાં 30 ટકા જ રત્ન કલાકારો કામ કરી શકશે. તો હજુ પણ કેટલાક કારખાના શરૂ થયા નથી. પહેલા હીરાની ઘંટી પર ચાર રત્ન કલાકારો બેસી કામ કરતા હતા પણ હવે ઘંટી પર 2 કારીગરો બેસી કામ કરશે. રત્ન કલાકારો કારખાનામાં દાખલ થાય ત્યારે તેનુ ટેમ્પરેચર માપવામાં આવશે. તેમજ રત્ન કલાકારોને હેન્ડ સેનિટાઈઝ કર્યા પછી પ્રવેશ આપવામાં આવશે. દરેક રત્ન કલાકારો ઘરેથી ટિફિન લઇને કામ ઉપર આવશે. કારીગરો એક વખત અંદર આવ્યા પછી બહાર છૂટે ત્યારે જ ગેટ ખુલશે. કારખાના સવારે 8:30 વાગ્યે શરૂ અને સાજે 6:00 વાગ્યે કારખાનાઓ બંધ થઈ જશે.

મહત્વનું છે કે બે મહિનાથી બંધ હીરાના કારખાના શરૂ કરવાની પરમિશન મળતા વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
First published: May 25, 2020, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading