શાળાઓ શરૂ કરવા ગતિવિધિ તેજ : સંચાલકો પાસે માંગ્યો અભિપ્રાય, જાણો - આ પ્રશ્નો પર હજુ ફસાયો પેચ

શાળાઓ શરૂ કરવા ગતિવિધિ તેજ : સંચાલકો પાસે માંગ્યો અભિપ્રાય, જાણો - આ પ્રશ્નો પર હજુ ફસાયો પેચ
પ્રતિકાત્મક તસવીર

શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા હવે ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જે માટે શિક્ષણ વિભાગ એ તમામ DEOને જવાબદારી સોંપી છે.

  • Share this:
અમદાવાદ : કોરોના ના સંક્રમણ વચ્ચે હવે એક પછી મોટાભાગના બધા ધંધા રોજગાર શરૂ કરી દેવાયા છે ત્યારે હવે શાળાઓ શરૂ કરવા અંગે ગતિવિધિઓ તેજ થઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે માટે DEO દ્વારા શાળા સંચાલકો, વાલીઓ અને શિક્ષણવિદો પાસે અભિપ્રાય માગ્યા છે. જેનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં સુપ્રત કરવામાં આવશે.

જ્યારથી કોરોનાનું સંક્રમણ વધ્યું ત્યારથી શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે અને હજુ પણ ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે, અનલોકમાં એક પછી અનેક સંસ્થાઓ દ્વારા ધંધા રોજગાર શરૂ કરવાના નિયમોના પાલન સાથે ધંધા શરુ તો કરવામાં આવ્યા છે, પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા હવે ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જે માટે શિક્ષણ વિભાગ એ તમામ DEOને જવાબદારી સોંપી છે.આ મુદ્દે DEO એ શાળાના સંચાલકોના આગેવાનો વાલીઓ સાથે મીટીંગ કરી હતી. અને ક્યારે શાળાઓ ખોલી શકાય? પહેલા ક્યાં ધોરણ ના બાળકોને શાળાએ બોલાવી શકાય ? અને અગત્યના વિષયોના કલાસ ગોઠવવા, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા, આ તમામ મુદ્દે શાળા સંચાલક, વાલીઓ પાસેથી DEO એ અભિપ્રાય લીધા છે.

અમદાવાદ: દિવાળી કામ કાઢ્યું છે? તો આ બાબતોનું ધ્યાન રાખજો નહીં તો....

આ પણ વાંચો - અમદાવાદ: દિવાળી કામ કાઢ્યું છે? તો આ બાબતોનું ધ્યાન રાખજો નહીં તો....

જોકે આ અભિપ્રાયોમાં ઓનલાઇન અને ઓફલાઇન કલાસ ચલાવવા મામલે પેચ ફસાયો છે. સંચાલકોનું માનવુ છે કે, બાળકોને ઓનલાઇન અને ઓફલાઇન એકસાથે અભ્યાસ કરાવવો શક્ય નથી. 80 ટકા સંચાલકો ઓનલાઇન અને ઓફલાઇન કલાસ એક સાથે ચલાવવાની તરફેણમાં નહિ હોવાનું ધ્યાને આવ્યું છે. એટલું જ નહીં કલાસ શરૂ કરવામાં વિદ્યાર્થીઓના કલાસ પછી કલાસ સેનિટાઈઝ કરાવવા જે બાળકો માસ્ક ન લઈને આવે તેના ખર્ચનું શું.

કોરોના ગાઈડલાઈન ના પાલન માટે થનારા ખર્ચ માટે સરકાર પાસે સહયોગની માંગ સંચાલકો કરી રહ્યા છે. આ ખર્ચ કર્યા બાદ પણ જો કોઈ બાળક સંક્રમિત થયું તો શું. આ મામલે બાળકોની સુરક્ષાને લઈ સંચાલકોએ હાથ અધ્ધર કર્યા હોય તેવું જોવા મળ્યું છે, અને આ મામલે ફરી વિવાદ સર્જાય તેવી શકયતા સેવાઇ રહી છે.

મહત્વનું છે કે, અમદાવાદ શહેર DEO એ 30થી વધુ શાળા સંચાલકના આગેવાનો અને વાલીઓ સાથે બેઠક કરી અને DEOને મળેલા આ અભિપ્રાય શિક્ષણ વિભાગને સોંપાવામાં આવશે.
Published by:kiran mehta
First published:October 26, 2020, 17:57 pm

ટૉપ ન્યૂઝ