અમદાવાદ: ધો.9ની કિશોરી પર પાડોશી કિશોરનું દુષ્કર્મ, રહી ગયો ગર્ભ

News18 Gujarati
Updated: May 9, 2019, 2:03 PM IST
અમદાવાદ: ધો.9ની કિશોરી પર પાડોશી કિશોરનું દુષ્કર્મ, રહી ગયો ગર્ભ
પ્રતિકાત્મક તસવીર

એક જ ધોરણમાં ભણતા કિશોર અને કિશોરી અવારનવાર સાથે ભણતા હતાં.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરીને બે માસનો ગર્ભ રહી જતાં બાજુમાં રહેતા તેના જેટલા જ કિશોર પર દુષ્કર્મનો મામલો નોંધાયો છે.  હાલ ઇસનપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ઇસનપુર વિસ્તારમાં આજુબાજુમાં રહેતા અને એક જ ધોરણમાં ભણતા કિશોર અને કિશોરી અવારનવાર સાથે ભણવાનાં બહાને મળતા હતાં. તેઓ એકબીજાને ઘરે પણ જતા હતાં.

એકલતાનો લીધો હતો લાભ

થોડા સમય પહેલા બંન્નેના ઘરે કોઈ હાજર ન હોવાથી સગીર વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. 14 વર્ષની વિદ્યાર્થિનીને થોડા સમય પહેલા પેટમાં દુઃખાવો થયો હતો. જે બાદ ડોક્ટરને બતાવતા બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતું. આ મામલાની જાણ થતાં કિશોરીનાં પરિવારે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

થોડા સમય પહેલા પણ બન્યો હતો આવો બનાવ

થોડા સમય પહેલા પણ નરોડામાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવનારા પડોશી યુવક સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ સગીરાને બનાવ અંગે કોઈને જાણ કરશે તો તેના પિતાને જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી. માતાપિતા સાથે રહેતી 13 વર્ષની સગીરાને પેટમાં દુખાવો થતો હતો. આથી તેના પિતા તેને નજીકના સરકારી દવાખાનેથી દવા લાવીને આપતા હતા. જોકે તેનો દુખાવો વધતો જતો હતો. આથી તેના પિતા 10 નવેમ્બરના રોજ તેને શારદાબહેન હોસ્પિટલ લઈ ગયા હતા અને સોનોગ્રાફી કરાવી હતી. જેમાં ડોક્ટરે તમારી દિકરી ગર્ભવતી હોવાનું જણાવતા તેના પિતા ગભરાઈ ગયા હતા. બાદમાં તેમણે આ અંગે દિકરીને વિશ્વાસમાં લઈને પુછપરછ કરતા તેણે કહ્યું હતું કે તેમના ઘર નજીક ભાડેથી રહેતા 35 વર્ષનાં ધર્મરાજ કોળીએ આ કૃત્ય કર્યું હતું. જે બાદ તેમણે ફરિયાદ નોંધાઇ હતી.
First published: May 9, 2019
વધુ વાંચો
अगली ख़बर