ધો.10ની બોર્ડ પરીક્ષા: વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજીનું પેપર એકદમ સહેલું લાગ્યું

ધો.10ની બોર્ડ પરીક્ષા: વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજીનું પેપર એકદમ સહેલું લાગ્યું
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 'આજનું પેપર ઘણું જ સરળ હતું.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 'આજનું પેપર ઘણું જ સરળ હતું.

 • Share this:
  અમદાવાદ : આજે બોર્ડનું (GSEB) ધોરણ 10નું ગુજરાતી અને અંગ્રેજીનું (English)  પ્રશ્નપત્ર પુરૂ થયું છે. આજથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં કોઇ પરીક્ષાર્થી કોરોના વાયરસની ચપેટમાં ન આવે તે માટે અમદાવાદની અનેક શાળા દ્વારા પરીક્ષાર્થીને માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યા હતા. જયારે ધોરણ 10નાં વિદ્યાર્થીઓને આજે પહેલું ગુજરાતી અને અંગ્રેજીનું પેપર સરળ લાગ્યું હતું.

  આજે પહેલા પ્રશ્નપત્રનાં અંતે જ્યારે વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યાં હતાં ત્યારે ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદદાતાએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 'આજનું પેપર ઘણું જ સરળ હતું. અમને પેપરમાં બધું જ આવડ્યું છે. આખું પેપર પુસ્તકમાંથી જ આવ્યું હતું.'  ધોરણ 10ની વિદ્યાર્થિનીઓ


  આ પણ વાંચો : ર્મદા : ધો.10ની પરીક્ષા આપવા જતી વખતે બાઇક સ્લીપ થતા વિદ્યાર્થીનું મોત, એક ઘાયલ

  જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, 'પેપર ઘણું જ સહેલું હતું. મને બધું જ આવડ્યું છે. 70 ટકા ઉપર માર્ક તો આવી જ જશે. મારી તૈયારી પણ સારી હતી.'

  આ પણ વાંચો : કોમી એખલાસ : બોર્ડની પરીક્ષામાં બીમારીથી પીડાતી હિન્દુ છાત્રાનો રાઇટર બન્યો મુસ્લિમ વિદ્યાર્થી

  નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યનાં વિવિધ જિલ્લાઓના આશરે 17.53 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. ધો 10માં 10.83 લાખ, ધો 12 સાયન્સમાં 1.43 લાખ જ્યારે ધો 12 સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. રાજ્યના 137 ઝોનના 1587 કેન્દ્રોમાંના 5,559 બિલ્ડિંગમાં આવેલા 60027 વર્ગખંડોમાં આ પરીક્ષા લેવાઇ રહી છે.

  આ વીડિયો પણ જુઓ :   
  Published by:Kaushal Pancholi
  First published:March 05, 2020, 14:05 pm

  ટૉપ ન્યૂઝ