Home /News /madhya-gujarat /

Standard 10 Hindi Paper Leak Case : ધોરણ 10 હિન્દીનું પેપર ફૂટ્યું નથી, જાણો શુ કહ્યું ગુજરાત બોર્ડના ચેરમેને

Standard 10 Hindi Paper Leak Case : ધોરણ 10 હિન્દીનું પેપર ફૂટ્યું નથી, જાણો શુ કહ્યું ગુજરાત બોર્ડના ચેરમેને

ધોરણ 10 હિન્દી પેપર લીક મામલો

Standard 10 Hindi Paper Leak Case : ગુજરાત બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Board) ના ચેરમેને (A J Shah) કહ્યું કે પેપર ફૂટ્યું નથી એ પહેલી હકીકત છે. પેપર વાયરલ થયાની જાણ 1 વાગે થઈ હતી. આ મામલે વર્ગ 1ના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે

વધુ જુઓ ...
સંજય ટાંક, અમદાવાદ : ધોરણ 10 અને 12 (Standard 10 exam) ની ગુજરાત બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) ચાલી રહી છે. જોકે પેપરલીક થવાની ઘટના હોય કે ગેરરીતિની ઘટના વિવાદ શિક્ષણ વિભાગનો પીછો છોડી રહ્યું નથી. પરીક્ષાના છેલ્લા દિવસે ધોરણ 10 હિંદીનું પેપર વાયરલ થવાની ઘટના સામે આવતા ફરી વિવાદ સર્જાયો છે. જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ચેરમેન એ. જે. શાહ (Gujarat Secondary and Higher Secondary Board Chairman A J Shah) એ પેપર ફૂટ્યાની વાત પર સાફ ઇનકાર કર્યો છે.

ગુજરાત બોર્ડના ચેરમેને (Gujarat Board Chairman) કહ્યું કે પેપર ફૂટ્યું નથી એ પહેલી હકીકત છે. પેપર વાયરલ થયાની જાણ 1 વાગે થઈ હતી. આ મામલે વર્ગ 1ના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ધોરણ 10ની દ્વિતીય ભાષા હિન્દી માટે રાજ્યભરમાંથી સાડા સાત લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે પરીક્ષા પૂર્ણ થવાના અડધો કલાક પહેલા સોલ્વ થયેલું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયાની ઘટના સામે આવતા ફરી વિવાદ સર્જાયો છે.

જોકે આ મામલે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ. જે. શાહે જણાવ્યું કે પેપર ફૂટ્યું નથી તે પહેલી વાત છે. 28 તારીખથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરિક્ષાનું આયોજન અમે કર્યું છે. 15 લાખ વિધાર્થીઓ 139 જેટલા સબ્જેક્ટ 9 ભાષાઓ અને 3 માધ્યમમાં આ પરીક્ષાનું આયોજન થયું છે. ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. 2900 બિલ્ડીંગમાં લેવાઈ રહી હતી. પરીક્ષાસીસીટીવી સર્વેલન્સ હેઠળ લેવાઈ રહી છે. પરીક્ષા વર્ગ સુધી સલામત રીતે પહોંચે વતે માટે સિસ્ટમ કાર્યરત છે. પેપર સલામત રીતે વર્ગ ખંડ સુધી પહોંચ્યા હતા. એટલે પેપર ફુટવાની બાબત યોગ્ય નથી. આ બનાવની વિગત 12.45 કલાકની છે. જેની મને જાણ 1 વાગે થઈ હતી. વિધાર્થીઓ અને વાલીઓને મારી વિનંતી છે કે, પેપર વાયરલ થયું નથી તેઓના પર્ફોર્મનસના આધારે માર્કસ આપવામાં આવશે. અફવાઓમાં દોરાઈ હિંમત ખોવાની જરૂર નથી. પોણા એક વાગે વાયરલ કરવાનો જવાબ વિધાર્થી ને પહોંચડવો હોય તો તે કેવી રીતે પહોંચી શકે.

આ પણ વાંચોહવે ધોરણ-10નું પેપર લીક થયું? પરીક્ષાનો સમય પૂર્ણ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર સોલ્વ કરેલું પેપર ફરતું થયું

તેમણે કહ્યું કે, કલાસરૂમ માં તો મોબાઈલ ફોન હોતા નથી. એટલે પેપર વાયરલ થવાની વાત સાચી નથી. આમાં કોઈ વિધાર્થી કદાચ વહેલો નિકળ્યો હોય પેપર તેની પાસે આવી ગયું હોય સુપરવાઈઝરની ભૂલ થઈ હોય તે સંભવ છે. તેનો આધાર લઈ કોઈએ પેપર સોલ્વ કર્યું હોય શકે. પણ જવાબો પહોંચાડવા શક્ય નથી. આ તંત્રને બદનામ કરવા માટે કર્યું હોય શકે. આ માટે વર્ગ 1ના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. સાયબર ક્રાઇમની પણ જરૂર પડે મદદ લેવામાં આવશે. અમે તપાસ કરીશું અને એના આધારે યોગ્ય પગલાં લઈશું. આ માટે જરૂર જણાશે તો જવાબદાર સુપરવાઇઝર કે નિરીક્ષક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:

Tags: Board exam, Board exam result, Board Exams, Gujarat Education, Gujarat Election 2022

આગામી સમાચાર