Home /News /madhya-gujarat /

શિક્ષકો અને ST કર્મીઓને હોળી પહેલા દિવાળી, પગાર અને લાભ વધ્યા

શિક્ષકો અને ST કર્મીઓને હોળી પહેલા દિવાળી, પગાર અને લાભ વધ્યા

સુરતમાં હડતાળ પર ઉતરેલા ST કર્મચારીઓ

    થોડા સમય પહેલા જ હડતાળ પર ઉતરેલા એસ.ટી કર્મચારી અને શિક્ષકોની પડતર માગણીઓને લઈને નાયબ મુખ્યપ્રધાન સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સરકારે બંનેઓની પગારને લગતી માગણી સહિત તમામ માગણીઓ સ્વીકારી છે. જે અંતર્ગત હવે એસટી કર્મચારીઓને સાતમાં પગારપંચ સહિત ફિક્સ કર્મચારીઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ફિક્સ વેતનના શિક્ષકોની નોકરીને સળંગ ગણવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

    ગાંધીનગર ખાતે નીતિન પટેલ સહિત સરકારના સીનિયર મંત્રીઓની બેઠક મળી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે જાહેરાત કરી કે ST કર્મચારીઓને આગામી 1લી એપ્રિલ 2018થી 7માં પગારપંચનો લાભ આપવામાં આવશે. સાથે જ 1 એપ્રિલ 2018થી અત્યારસુધીનું એરિયર્સ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ST હોદ્દેદારો દ્વારા સાતમાં પગારપંચનો લાભ 2016ની અસરથી માગણી કરાઇ હતી, જેના બદલે રાજ્ય સરકારે સમાધાન કરી 2018ની અસરથી ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલોક Video Viral

    સાથે જ સાતમા પગાર પંચની અમલવારી એપ્રિલ 2019ના પગારથી ચૂકવવામાં આવશે, તથા એરીયસ ત્રણ હપ્તેથી ચૂકવવામાં આવશે. જેનો પ્રથમ હપ્તો જુન, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ચૂકવાશે.

    તો સરકારે ડ્રાઇવરના પે સ્કેલમાં વધારો કર્યો છે. જેમાં રૂપિયા 1650થી વધારી 1800 કરાયો છે. તથા કંડકટરમાં 1400ના સ્કેલના સ્થાને 2750 ગ્રેડ પે કરાયો છે. આ સેટલમેન્ટ 1 એપ્રિલ 2018થી લાગુ પડશે, જે 31 માર્ચ 2026 સુધી એટલે કે 10 વર્ષ માટે લાગુ રહેશે. આ સિવાય દર બે મહિને ત્રણ હપ્તા એરિયર્સ ચૂકવાશે જેમાં જૂન મહિનામાં પ્રથમ એરિયર્સ ચૂકવાશે.

    શિક્ષકોને મળશે આ લાભ

    શિક્ષકોની માગણીની વાત કરીએ તો નીતિન પટેલે જણાવ્યું કે શિક્ષકોની નોકરી સળંગ ગણવાની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ફિક્સ વેતનના શિક્ષકોની નોકરીને સળંગ ગણવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જૂની પેંશન યોજનાના લાભાર્થીઓ માટે જૂની યોજના ચાલુ રહેશે. નવી પેંશન યોજના સાથે જોડાયેલને લાભ ચાલુ રહેશે. જો કે નોકરી સળંગ ગણાશે પણ એરિયર્સ નહિ મળે. નવા ઉચ્ચતર પગાર ધોરણના લાભો એપ્રિલ 2019થી મળશે, 1 એપ્રિલ 2019થી સળંગ નોકરીના શિક્ષકોને લાભ મળશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Demands are completed, Rupani, ST Department, Teachers demands, નિતિન પટેલ, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन