કોરોનાનો કહેર : સુરત બાદ હવે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે એસટી બસ સેવા બંધ કરવામાં આવી

News18 Gujarati
Updated: July 13, 2020, 6:12 PM IST
કોરોનાનો કહેર : સુરત બાદ હવે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે એસટી બસ સેવા બંધ કરવામાં આવી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં બહારથી કોઈ વ્યક્તિ ચેપ લઇને ન આવે તે માટે તંત્ર સજ્જ, માસ્ક ન પહેરવા બદલ દંડની રક વધારીને રૂ. 500 કરવામાં આવી.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ (Coronavirus Cases)) ખૂબ જ નિયંત્રિત થઈ ગયા છે. હવે શહેરમાં ફરીથી કોરોના માથું ન ઊંચકે તે માટે તંત્ર તરફથી એક પછી એક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં કોરોનાના ખૂબ વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે ગત અઠવાડિયે સુરત અને અમાદવાદ વચ્ચે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST Bus Service)ની બસોને બંધ કરી દેવામાં આવી હતી. હવે વધારે કડક પગલાં લેતા અમદાવાદ અને વડોદરા તેમજ અમદાવાદ અને ભરૂચ વચ્ચેની એસટીનુ બસો (ST Bus) નું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આ બંને શહેરમાંથી અમદાવાદ શહેરમાં કોઈ બસ નહીં આવે તેમજ અહીંથી કોઈ બસ નહીં ઉપડે.

એસટીમાં આવતા લોકોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરાયું

અમદાવાદમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે હવે એસટી બસ સ્ટોપ પર બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે તંત્ર તરફથી નવો જ પ્લાન ઘડવામાં આવ્યો છે. આ પ્લાન પ્રમાણે એસટી બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ માલુમ પડે તો તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. લક્ષણો વગરના દર્દીઓને સરમસ હોસ્ટેલમાં ખસેડવામાં આવે છે.

આ પણ વાંચો : પતિની કારમાં અન્ય યુવતીને જોઈને પત્નીનો પિત્તો ગયો

સુરત-અમદાવાદ વચ્ચે એસટી બંધ

આ પહેલા જ સુરત અને અમદાવાદ શહેર વચ્ચે એસટી બસની સેવા પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. બીજા બાજુ અમદાવાદના એક્સપ્રેસ હાઇવે ખાતે સુરતથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડે તો તેમને ત્યાંથી સુરત પરત મોકલવામાં આવી રહ્યા છે.

માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા દંડ

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર દંડની રકમ વધારી દેવામાં આવી છે. જે પ્રમાણે હવે જાહેરમાં માસ્ક ન પહેરતા લોકો અને જાહેરમાં થૂંકતા લોકો પાસેથી રૂ. 200ના બદલે 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત પાનના ગલ્લાની બહાર જો કોઈ ગ્રાહક પાનની પીચકારી મારશે તો દુકાનદાર પાસેથી 10 હજાર રૂપિયા દંડ લેવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: July 13, 2020, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading