STએ અમદાવાદ-સુરત વચ્ચે બંધ કરેલી બસ સેવા ફરી ચાલુ કરી, વડોદરા-ભરૂચ રૂટ પણ શરૂ

News18 Gujarati
Updated: July 13, 2020, 9:24 PM IST
STએ અમદાવાદ-સુરત વચ્ચે બંધ કરેલી બસ સેવા ફરી ચાલુ કરી, વડોદરા-ભરૂચ રૂટ પણ શરૂ
એસ.ટી. બસ - ફાઈલ ફોટો

કોરોનાના કેસ વધતાની સાથે અમદાવાદ-વડોદરા-ભરૂચ અને સુરત વચ્ચે ST સેવા બંધ જાહેર કરવામાં આવી હતી. જોકે, ગણતરીના કલાકમાં નિર્ણય બદલાયો

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ (Coronavirus Cases)) ખૂબ જ નિયંત્રિત થઈ ગયા છે. હવે શહેરમાં ફરીથી કોરોના માથું ન ઊંચકે તે માટે તંત્ર તરફથી એક પછી એક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં કોરોનાના ખૂબ વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે ગત અઠવાડિયે સુરત અને અમાદવાદ વચ્ચે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST Bus Service)ની બસોને બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે વધારે કડક પગલાં લેતા અમદાવાદ અને વડોદરા તેમજ અમદાવાદ અને ભરૂચ વચ્ચેની એસટીનુ બસો (ST Bus) નું સંચાલન બંધ કરી દેવામાં આવી હતી. જોકે, આ નિર્ણય જાહેર કરાયાની ગણતરીની કલાકોમાં એસટીએ ફરીથી અમદાવાદથી  વડોદરા ભરૂચ વચ્ચેની બસો ફરીથી શરૂ કરી. આ સાથે જ સુરતની એક અઠવાડિયાથી બંધ બસો પણ શરૂ કરી દેવામાં આવી છે.

એસટીમાં આવતા લોકોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરાયું

અમદાવાદમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે હવે એસટી બસ સ્ટોપ પર બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે તંત્ર તરફથી નવો જ પ્લાન ઘડવામાં આવ્યો છે. આ પ્લાન પ્રમાણે એસટી બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ માલુમ પડે તો તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. લક્ષણો વગરના દર્દીઓને સરમસ હોસ્ટેલમાં ખસેડવામાં આવે છે.




રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 902 કેસ પોઝિટિવ

રાજ્યમાં કોરોના વાયરસના કેસનો (Gujarat coronavirus cases) વિસ્ફોટ થયો છે. રાજ્યમાં પહેલી વાર 24 કલાકમાં 902 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એક તરફ અમદાવાદથી સુરત અને વડોદરા-ભરૂચની એસટી સેવા બંધ કરવામાં આવી છે તો રાજ્યના 10થી વધુ જિલ્લામાં ડબલ ડિજીટ અને સુરત અમદાવાદમાં ત્રણ ડિજીટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના દુખદ નિધન થયા છે. જોકે, 24 કલાકમાં 608 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો છે. 42808 પર જ્યારે કોરોનાના કારણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ 10,900ની પાર થયો છે.આ પણ  વાંચો :  સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વેૈચ્છિક લૉકડાઉન તરફ, મોટા નિર્ણયો લેવાયા

માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા દંડ

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર દંડની રકમ વધારી દેવામાં આવી છે. જે પ્રમાણે હવે જાહેરમાં માસ્ક ન પહેરતા લોકો અને જાહેરમાં થૂંકતા લોકો પાસેથી રૂ. 200ના બદલે 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત પાનના ગલ્લાની બહાર જો કોઈ ગ્રાહક પાનની પીચકારી મારશે તો દુકાનદાર પાસેથી 10 હજાર રૂપિયા દંડ લેવામાં આવશે.
Published by: Jay Mishra
First published: July 13, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading