ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો

ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો
પોલીસે આ મામલે હાઉસ કિપીંગની નોકરી કરતા મૂળ યુપીના શક્સની ધરપકડ કરી છે.

એરફોર્સમાં કામ કરતા એક વ્યક્તિએ ટ્રેનમાં મુસાફરી કરી ત્યારે તેને શંકા ગઈ અને તપાસ કરતા ભાંડો ફૂટ્યો, હકિકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

  • Share this:
અમદાવાદ : ભારતીય રેલવે (Indian Railway) તેના લાંબા નેટવર્ક અને સસ્તી સેવાઓ માટે જાણીતી છે. રેલવેમાં દેશના લાખો કરોડો મુસાફરો વર્ષોથી હજારો લાખો કિલોમીટરની સફર કરતા આવ્યા છે. જોકે, આ રેલવે સલામતીની દૃષ્ટીએ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ભારતીય રેલવેને શર્મશાર કરતી એક એવી ઘટના આવી છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. રેલવેના ટોઇલેટ યૂઝ કરતાં પહેલાં હવે ચકાસણી કરી લેવી ખૂબ જ આવશ્યક છે કારણ કે એક માનસિક વિકૃતે વિકૃતીની તમામ મર્યાદાઓ લાંધી નાખી છે. અમદાવાદ રેલવે એલસીબી અને એસઓજીએ એક લંપટની ધરપકડ કરી છે. આ લંપટ પર ટ્રેનના ટોઇલેટમાં સ્પાય કેમેરો (Spy camera in Toilet of Train) મૂકવાનો આરોપ છે. કમ્પ્યુટરના જાણકાર આ લંપટ ટ્રેનનો હાઉસ કિપીંગ સુરપરવાઇઝર છે.

બનાવની વિગત એવી છે ગત તારીખ 16મી માર્ચના રોજ મુંબઈથી ભગતનકી કોઠી જતી ટ્રેનમાં એક ટોઇલેટમાંથી સ્પાય કેમેરા પકડાયો હતો. આ કેમેરાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેની તપાસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આ પણ વાંચો : રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ, રંગોત્સવ પર 'પ્રતિબંધ'

આ આરોપીનું નામ છે જહિઉદ્દીન શેખ. તેમે પાવરબેંક સાથે એટેચ કરેલો એક સ્પાય કેમેરા ટ્રેનના ટોઇલેટમાં લાગવ્યો હતો અને તેના વાયરલ દેખાઈ નહીં તે માટે ડસ્ટબીનની અંદર વાયર છૂપાવી દીધા હતા. આ સ્પાય કેમેરા દ્વારા તે મહિલાઓનાં વીડિયો કેપ્ચર કરતો હોવાની આશંકા છે.

ખૂબ ટેકનિકલ રીતે છુપાવ્યો હતો સ્પાય કેમેરા


કેવી રીતે ખુલ્લો પડ્યો ખેલ

મળતી માહિતી પ્રમાણે ગત 16મી માર્ચના રોજ એરફોર્સમાં કામ કરતાં એક યુવકે આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ યુવકને સંદિગ્ધ બાબત જણાતા તેણે ચકાસણી કરી અને તેણે તપાસ કરતાં સ્પાય કેમેરો મળી આવ્યો હતો. તેણે પોલીસને તાત્કાલિક તપાસ કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. જોકે, આ હાલતો આ એક જ કેમેરા સામે આવ્યો છે પરંતુ આ કાંડ મોટું હોવાની શક્યતા છે.

આ પણ વાંચો : કચ્છ : કટિંગ થઈ રહેલો 40 લાખનો દારૂ ઝડપાયો, દારૂબંધીના કાયદા પર લપડાક!

જહિઉદ્દીન મુંબઈમાં રહે છે અને ટ્રેનમાં હાઉસકિપીંગનું કામ કરે છે એટલે તેણે અન્ય ટ્રેનોમાં આ પ્રકારાના કેમેરા લગાવ્યા હતા કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસને આશંકા છે કે આ કામ તેણે એક જ ટ્રેનમાં નહીં કર્યુ હોય. વધુમાં આ કેમેરામાં કેપ્ચર થયેલો ડેટા ક્યા સ્ટોર કર્યો અથવા ક્યા વેચ્યો તેની પણ પોલીસ તપાસ કરશે. પરંતુ આ કિસ્સાના કારણે વિકૃતિની તમામ હદો પાર થઈ જવા ઉપરાંત ટ્રેનોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ સર્જાયા છે.
Published by:Jay Mishra
First published:March 21, 2021, 16:40 pm

ટૉપ ન્યૂઝ