અમદાવાદના Don બનવાના સપના જોનાર કુખ્યાત અજ્જુ ચોરે દહેશત ફેલાવવા રચ્યું કારસ્તાન, CCTVથી ભાંડો ફૂટ્યો

અમદાવાદના Don બનવાના સપના જોનાર કુખ્યાત અજ્જુ ચોરે દહેશત ફેલાવવા રચ્યું કારસ્તાન, CCTVથી ભાંડો ફૂટ્યો
કુખ્યાત ખંડણીખોર અજ્જુ ચોરની ધરપકડ

અજજુ ચોરના ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો કુખ્યાત ગુનેગાર છે. તેની વિરૂધ્ધ ફાયરીંગ, જુગાર તેમજ ધાકધમકી અને ખડંણીના અસંખ્ય ગુના નોંધાયા છે.

  • Share this:
અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. કુખ્યાત આરોપી અજજુ ચોરે પોતાની દહેશત ફેલાવવા અને ખંડણી ઉઘરાવવા વેપારી પર હુમલો કર્યો હતો. વેપારીને ફસાવવા પોલીસ કન્ટ્રોલને ખોટી ફરિયાદ કરી હતી. પરંતુ સીસીટીવી ફુટેજએ આરોપીનો ભાંડો ફોડયો છે. પોલીસ અને કાયદાથી બેખોફ એવા આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તસ્વીરમાં દેખાતો અને હિરોની જેમ ફોટો ખેંચાવવી રહેલો, આ કુખ્યાત ખડંણીખોર અજજુ ચોર છે, જે હાલ પોલીસ ગિરફતમાં છે. જેના આતંકથી સરદારનગરના વેપારીઓ દહેશતમા જીવી રહયા છે.

ઘટના કઈંક એવી છે કે, વેપારી પ્રકાશ અને તેનો મિત્ર સન્ની ભીમાણી એરપોર્ટ સર્કલથી થોડેક દુર આવેલા એક પાન પાર્લરમાં સોડા લેવા માટે ગયા હતા. બન્ને જણા એક્ટીવા પર પહોચ્યા ત્યારે રોંગ સાઇડમાં એકાએક અજ્જુ આવ્યો હતો અને સન્ની તેમજ પ્રકાશ પાસે જઇને તેઓને મારવા લાગ્યો હતો. અજ્જુએ પ્રકાશને જાહેર રોડ પર પંચ વડે મારતા તેને લોહી નીકળવાનું શરૂ થઇ ગયુ હતું. દરમિયાનમાં એક પોલીસવાન ત્યા આવી પહોચતા અજ્જુએ પોલીસ કર્મચારીઓ સામે પ્રકાશને બે લાફા ઝીંકી દીધા હતા. પોલીસવાન ત્યાથી જતા રહ્યા બાદ અજ્જુએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પ્રકાશ અને સન્નીને ફસાવવા માટે હુમલો કર્યો હોવાની ખોટી ફરીયાદ કરી હતી. ત્યારબાદ પ્રકાશે પણ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને અજ્જુ વિરુધ્ધમાં ફરિયાદ કરી હતી.



આ પણ વાંચોઆંધળો પ્રેમ! દાહોદમાં 7 સંતાનની માતાને 5 સંતાનના પિતા સાથે Love થતા ભાગી ગઈ, બંનેના પરિવારની હાલત કફોડી

અજ્જુની ફરિયાદના આધારે પોલીસે પ્રકાશ અને સન્નીની અટકાયત કરીને ઘટના સ્થળ પર લઇ ગયા હતા. જ્યા તપાસ કરી તો એક પાનપાર્લરના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી. જે પોલીસે ચેક કરતા તેમા અજ્જુએ આવીને મારામારી કરી હોવાનું સામે આવ્યુ હતું. જ્યારે બન્ને યુવકોએ તેના પર હાથ નહી ઉપાડ્યા હોવાનું પણ સામે આવ્યુ હતું. અજ્જુએ ખોટી ફરિયાદ કરી રહ્યો હોવાનું સામે આવતા પોલીસે પ્રકાશની ફરિયાદના આધારે અજ્જુ વિરુધ્ધમાં ગુનો નોધ્યો છે.

આ પણ વાંચોમોરબી : કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના સ્થળ પર જ મોત, ત્રણ ઘાયલ

અજજુ ચોરના ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો કુખ્યાત ગુનેગાર છે. તેની વિરૂધ્ધ ફાયરીંગ, જુગાર તેમજ ધાકધમકી અને ખડંણીના અસંખ્ય ગુના નોંધાયા છે. એટલુ જ નહીં તેને અમદાવાદનો ડોન બનવાની ઇચ્છા પણ છે. જેથી તે અનેક લોકો વિરૂ્ધ્ધ ખોટા કેસો કરીને તેને ફસાવવાની વૃતી ધરાવે છે. આ કેસમા પણ અજજુ ચોરે વેપારી પ્રકાશ હિરાણી અને તેના મિત્રને ખોટા કેસમા ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોના કારણે અજ્જુના પ્લાનીગ પર પાણી ફરી વળ્યુ હતું અને એરપોર્ટ પોલીસે અજજુ ચોરની ધરપકડ કરી છે.

મહત્વનુ છે કે, અજજુ ચોર ડોન બનવાના સપનાને પુરા કરવા પોતાનુ વર્ચસ્વ જમાવવા આતંક મચાવી રહયો છે. અગાઉ રાજુ ગેંડી અને અજજુ ચોર વચ્ચે પણ સાયલન્ટ વોર ચાલ્યું હતું. ત્યારે નિર્દોષ વેપારી પર આ પ્રકારે હુમલાથી સરદારનગરના રહીશોમા પણ દહશસત ફેલાઈ છે. ત્યારે હાલમા એરપોર્ટ પોલીસે અજ્જુની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:August 05, 2020, 20:11 pm

ટૉપ ન્યૂઝ