Home /News /madhya-gujarat /

વિજય ગોયલે સિંધુ અને સાક્ષી ને બતાવ્યા ગોલ્ડ મેડેલિસ્ટ, ટ્વીટર પર ઉડી મજાક

વિજય ગોયલે સિંધુ અને સાક્ષી ને બતાવ્યા ગોલ્ડ મેડેલિસ્ટ, ટ્વીટર પર ઉડી મજાક

કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે ફરી એક વખત બફાટ કર્યો છે. તેમણે રિયો ઓલંપિક ની રજત પદક વિજેતા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ અને કાંસ્ય પદક વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિક ને રિયો ની ગોલ્ડ મેડેલિસ્ટ બતાવી છે.

કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે ફરી એક વખત બફાટ કર્યો છે. તેમણે રિયો ઓલંપિક ની રજત પદક વિજેતા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ અને કાંસ્ય પદક વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિક ને રિયો ની ગોલ્ડ મેડેલિસ્ટ બતાવી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી# કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે ફરી એક વખત બફાટ કર્યો છે. તેમણે રિયો ઓલંપિક ની રજત પદક વિજેતા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ અને કાંસ્ય પદક વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિક ને રિયો ની ગોલ્ડ મેડેલિસ્ટ બતાવી છે. જોકે, આ અંગે ગોયલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, આવું તેમણે જાણીજોઇને નથી કર્યુ. તેમના દ્વારા ભૂલથી આ બન્યું હતુ, આને લોકોએ મુદ્દો બનાવવો ન જોઇએ.

વાસ્તવમાં થયું એવું કે, પીએમ મોદી સાથે રવિવારે આ બન્ને ખેલાડીઓની સાથે દીપા કર્માકાર, દીપૂ રાય સહિત ઘણા ખેલાડીઓ સાથે મળ્યા હતા અને આપણા ખેલ મંત્રી આ અંગે પત્રકારોને માહિતી આપી રહ્યાં હતા. 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે ખેલાડીઓએ મુલાકાત કરી છે, જેમાં આપણી રિયો ની ગોલ્ડ મેડેલિસ્ટ પીવી સિંધુ અને સાક્ષી મલિક પણ હતી.'

ઉલ્લેખનીય છે કે, હાલ માંજ સંપન્ન થયેલ રિયો ઓલંપિક ખેલો માં કોઇ પણ ભારતીય ખેલાડી ગોલ્‍ડ મેડલ જીતી શક્યું ન હતુ. બેડમિંટન ખેલાડી પીવી સિંધુ એ મહિલા વર્ગમાં રજત પદક, જ્યારે પહેલવાન સાક્ષી મલિકે કાંસ્ય પદક જીત્યું હતુ.

ગોયલના આ બફાટ ને લઇને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની આલોચના કરી, ઘણા લોકોએ તો તેમના જ્ઞાનની તુલના અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે પણ કરી હતી.

કેન્દ્રીય ખેલ મંત્રી આ પહેલા પણ ઘણી વાર વિવાદોથી ઘેરાઇ ચૂક્યા છે. આ પહેલા તેમની સાથે ગયેલ રિયો ટીમ ના વ્યવહાર થી રોષે ભરાયેલા ઓલંપિક આયોજકોએ કહ્યું હતુ કે, જો તેમની સાથે ગયેલા લોકોએ પોતાનો 'આક્રામક અને અસભ્ય' વ્યવહાર બંધ નહીં કરે તો, તેમની માન્યતા (એક્રિડેશન) કાર્ડ રદ કરવામાં આવી શકે છે.

તો રિયો ઓલંપિક ના દરમિયાન એક ટ્વીટ માં ટ્રેક એથલીટ શ્રાબની નંદા ને શુભેચ્છા પાઠવતા દુતિ ચંદની તસ્વીર લગાડી દીધી હતી, તો દીપા કર્માકર ને જીત પર શુભેચ્છા પાઠવતા ટ્વીટ માં તેણીનું નામ 'દીપા કર્મનાકર' લખ્યું હતુ.
First published:

Tags: કેન્દ્રીય ખેલ મંત્રી, ગોલ્ડ મેડેલિસ્ટ, પીવી સિંધુ, બફાટ, વિજય ગોયલ, સાક્ષી મલિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन