રમતગમત મંત્રી રિજિજુએ કહ્યું- કાશ્મીરના યુવાનોને મળવી જોઇએ તક

News18 Gujarati
Updated: September 8, 2019, 5:27 PM IST
રમતગમત મંત્રી રિજિજુએ કહ્યું- કાશ્મીરના યુવાનોને મળવી જોઇએ તક
અમદાવાદ આવેલા કિરણ રીજિજુએ કહર્યું કે ખેલનીતી પ્રમાણે કાશ્મીર અને લદાખના યુવાઓને રમવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમદાવાદ આવેલા કિરણ રીજિજુએ કહર્યું કે ખેલનીતી પ્રમાણે કાશ્મીર અને લદાખના યુવાઓને રમવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ, રાજ્યના ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ આવેલા કેન્દ્રના રાજ્ય કક્ષાના રમત ગમત મંત્રી કિરણ રીજીજુએ કાશ્મીર મામલે મહત્વનું નિવેદન કર્યું છે. કાશ્મીરના યુવાઓને પણ રમવાનો મોકો મળવો જોઈએ અને ખેલ નીતી પ્રમાણે કાશ્મીર અને લદાખના યુવાઓને રમવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું.

રાજ્યના ખેલ મહાકુંભ 2019ની સન્સકારધામ બોપલથી પ્રારંભ કરાવાયો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ આંનદીબેન પટેલ કેન્દ્રીય રાજયમંત્રી કિરણ રિજીજુ ઉપસ્થિત રહ્યાં. સ્પોર્ટ એકેડેમીના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી અને કેન્દ્રના મંત્રી કિરણ રિજીજુએ ટેબલ ટેનીસ પર હાથ અજમાવ્યો હતો. કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું હતુ કે ભારતમાં સ્પોર્ટસમાં મેડલ જીતવાનો સીલસીલો તેજીથી વધી રહયો છે. દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે ખેલ મંત્રી બન્યા બાદ આ ત્રીજી મુલાકાત ગુજરાતની છે. ફીટ ઈન્ડિયા મુવમેન્ટને પણ આગળ લઈ જવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ અરવલ્લીનો એક એવો મેળો કે જ્યાં પશુઓ માટે થાય છે પ્રાર્થના

રિજિજુએ કહ્યું કે કાશ્મીરના યુવાઓને પણ રમવાનો મોકો મળવો જોઈએ અને ખેલ નીતી પ્રમાણે કાશ્મીર અને લદાખના યુવાઓને રમવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તેવું તેમણે ઉમેર્યું હતું. બીજીતરફ આ કાર્યક્રમ પ્રસંગે ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદ, ઓલમ્પિક બોક્સર એમ.સી મેરિકોમ તેમજ ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ દીપા મલિક અને ગગન નારગ જેવા રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા. બેડમીન્ટનમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા પુલેલા ગોપીચંદે પણ સ્પોર્ટ એકેડેમીમાં મુલાકાત સમયે બેડમીન્ટન રમીને હાજ રહેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શુટર ગગન નારંગે જણાવ્યું હતું કે આપણા કલ્ચરમાં ફીટનેશ જોડાયેલું છે ફીટઈન્ડિયા મુવમેન્ટ ખુબ મોટુ બનશે. મોબાઈલ ફોન અને ટેકનોલોજીને કારણે આપણે આપણા સંસ્કારોથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. મોબાઈલ ફોનથી ડીએડીક્ટ થઈ શું તો રમતમાં ધ્યાન કેન્દ્રીત કરી શકીશું. હુ ચાર વર્ષ પહેલા પણ અહી આવ્યો હતો મે પહેલો ગોલ્ડ 2006માં જીત્યો હતો અને ગુજરાતના એનાવેનીલ, કેવલ જેવા ખેલાડીઓને હુ ટ્રેનિંગ આપીજ રહ્યો છું. આવનારા બે ત્રણ વર્ષમાં ગુજરાતના ચાર પાંચ બાળકો ઈન્ટરનેશનલ મેડલ જીતશે.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर