Home /News /madhya-gujarat /

Ahmedabad news: મોડા પડ્યા છતા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ એક વાતથી ખેલાડીઓનું દિલ જીતી લીધું

Ahmedabad news: મોડા પડ્યા છતા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ એક વાતથી ખેલાડીઓનું દિલ જીતી લીધું

ઓપન સંવાદ હર્ષ સંઘવી

Gujarat latest news: ગુજરાતના એ ખેલાડીઓ (Players) કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજ્ય નું પ્રતિનિધિત્વ કરતા હોય એમની સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi) ઓપન સંવાદ યોજ્યો હતો.

અમદાવાદઃ રમત-ગમત (sports) નિરુત્સાહી તરીકે ગુજરાતને (Gujarat) જોવામાં આવે છે ત્યારે ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ખેલાડીઓ સાથે ઓપન સંવાદ કરી પડતર માંગણીઓ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો હતો. ગુજરાતના એ ખેલાડીઓ (Players) કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજ્ય નું પ્રતિનિધિત્વ કરતા હોય એમની સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi) ઓપન સંવાદ યોજ્યો હતો. અમદાવાદના (Ahmedabad) ટ્રાન્સ સ્ટેડિયા મેદાનમાં ખેલાડીઓ સાથે ફૂટબોલ પર અજમાઇસ કરતાની સાથે ખુલ્લા મનથી સંવાદ કર્યો હતો.

ખેલાડીઓએ માંગણી કરી કે 
-નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ ને સરકારી નોકરી, શાળા-કોલેજોમાં પીટી ટીચર ની અથવા ગૃહ વિભાગમાં નોકરી આપવામાં આવે..
-ખેલાડિઓને આર્થિક સહાય આપતી શક્તિદૂત યોજનામાં બદલાવ લાવવામાં આવે..
-રાજ્યમાં ત્રી સ્તરીય ખેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે
-એસટી બસ માં ખેલાડીઓ ને વિનામૂલ્યે મુસાફરીની વ્યવસ્થા આપવામાં આવે

આમ તો સરકારી કામ થી આપ તમામ વાકેફ જ હશો. હર્ષ સંઘવીએ ખેલાડી ઓ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે ખેલાડીઓને વિભાગમાં બાબુસાહીનો સામનો નહીં કરવો પડે. સાથે જ એ જાહેરાત પણ કરી દેવાઈ કે ગુજરાતમાં સામાન્ય ખેલાડી અને પેરા (દિવ્યાંગ) ખેલાડીઓને અપાતી સહાયમાં ભેદભાવ રાખવામાં નહીં આવે. સાથે જ સરકારી નોકરી અને એસટી બસમાં નાના ખેલડીઓને મુસાફરી અંગે પણ સરકાર વિચારશીલ હોવાનું જણાવ્યું હતું આ અંગે વાતચીત કરતા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન શુરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: બહેનપણી એ જ ફ્રેન્ડ્સના કિસિંગ photo viral કરવાની ધમકી આપી, સગીરાએ પરાણે યુવક સાથે જવું પડ્યું હોટલના રૂમમાં

પરંતુ ખેલ મહાકુંભની સાથે બાળકોને ગ્રાસ રૂટ લેવલની સુવિધા મળે એ જરૂરી છે ત્યારે સરકાર ખેલાડીઓ સાથે મળીને આ પ્રકારનું કામ કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં લજ્જા ગોસ્વામી ભાવિના પટેલ સોનલ પટેલ સહિત અનેક ખેલાડીઓ આવ્યા હતા જેમને ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે સરકાર ખૂબ જ પોઝિટિવ છે અને ગૃહ મંત્રી ભલે મોડા પડ્યા પરંતુ તેમનો પોઝિટિવ રિસ્પોન્સ હંમેશા પ્રેરણા આપે છે.

આ પણ વાંચોઃ-Ahmedabad crime: પતિ, પત્ની ઔર વો! પતિએ અન્ય સ્ત્રી સાથેના ચેટિંગ અને ફોટોગ્રાફ પત્ની જોઈ ગઈ અને...

ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદ બાદ હર્ષ સંઘવીએ પણ ગુજરાતના ખેલાડીઓ સાથે સંવાદ શરૂ કરવા સાથે તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે વાયદો આપ્યો. વ્યાપારી પ્રજાની છાપ ધરાવનાર રાજ્યના રમત-ગમત મંત્રીની આ પહેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે એ નિશ્ચિત છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati News News, Sports news

આગામી સમાચાર