Home /News /madhya-gujarat /Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો ખર્ચ ધૂળધાણી, જુઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આવી છે અવદશા

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો ખર્ચ ધૂળધાણી, જુઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આવી છે અવદશા

ગુજરાત યુનવર્સિટીમાં 200 કરોડથી પણ વધારેના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેનો ઉપયોગ ન થતાં તે ધૂળ ખાઈ રહ્યું છે.

Gujarat University Sport Complex: ગુજરાત યુનવર્સિટીમાં 200 કરોડથી પણ વધારેના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેનો ઉપયોગ ન થતાં તે ધૂળ ખાઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે પરંતુ તે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું ન મુકતા હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. 

વધુ જુઓ ...
કોઇ પણ પ્રોજેક્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામા ક્ષણભરનો વિચાર કરાતો નથી પરંતુ આ જ ખર્ચ કરાઇને બનાવાયેલ કે વસાવેલી વસ્તુનો ઉપયોગ જ ના કરવામા આવે તો? આ વાત સરકારી કામો માટે નવી નથી. સરકારી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ તેનો ઉપયોગ ન થવાનો હોય તો પછી એ ખર્ચ શા કામનો. આવું જ કંઈક જોવા મળી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University). અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Gujarat University Sport Complex) પાછળ કરોડોનો ખર્ચ તો કરાયો પણ કોઈપણ પ્રકારના ઉપયોગ વિના આ ખર્ચ ધૂળ ખાઈ રહ્યો છે.



ગુજરાત યુનવર્સિટીમાં 200 કરોડથી પણ વધારેના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેનો ઉપયોગ ન થતાં તે ધૂળ ખાઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે પરંતુ તે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું ન મુકતા હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે.  ગુજરાત યુનિવર્સિટીમાં 20 જેટલી વિવિધ રમતો માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તે શરૂ ન થતા વિદ્યાર્થીઓએ ખાનગી કોચિંગ ક્લાસમાં જવું પડી રહ્યું છે.



સપોર્ટસ કોમ્પ્લેક્સના ધૂળ ખાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ઇન્ટરનેશનલ કક્ષાનું તૈયાર કરવામાં આવેલો સ્વિમિંગ પૂલ પણ હવે ખંડેર બન્યો છે. કોમ્પ્લેક્સની અંદર લગાવવામાં આવેલું ઇન્ટિરિયર નાશ પામ્યુ છે. ન ફક્ત સ્વિમિંગ પૂલ પરંતુ અન્ય રમતો માટે તૈયાર કરવામાં આવેલા કોર્ટ પણ ધૂળ ખાઈ રહ્યા છે. ઈન્ડોર સ્પોર્ટસ માટે અલગથી જ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ત્યાં પણ હાલ ગંદકીના જોવા મળી રહી છે.



સ્પોર્ટસ કોમ્પલેક્ષમા ગુજરાતના ક્વોલિફાઈડ રમતવીરો માટે  સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી 10 કરોડના ખર્ચે ગુજરાતનો અત્યાધુનિક સિન્થેટિક ટ્રેક તૈયાર કરાયો છે. જે એથ્લેટિક્સના રમતવીરોને સારું પરફોર્મન્સ આપવા માટે અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે. આ સિન્થેટિક ટ્રેકની ફરતે ફેન્સીંગ કરી તાળું મારી છેલ્લા 2 વર્ષ કરતા પણ વધુ સમયથી રમતવીરોને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.

આ પણ વાંચો- PSI Exam Result: પીએસઆઈની પરીક્ષાનું પરિણામ જાહેર 4,311 ઉમેદવારો થયા ક્વોલિફાઈ, અહીંથી ચેક કરો યાદી

આ સમગ્ર મામલે કુલપતિએ જણાવ્યું હતું કે કોરોના કારણે હજુ પણ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નું કામ ચાલી રહ્યું છે અને જે કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું તે કંપની પાસેથી હજુ પજેશન મળ્યું નથી. જ્યારે યુનિવર્સિટીની પાસે પાઝેશન આપવામાં આવશે ત્યારે તમામ ચીજવસ્તુઓની ચકાસણી કરશે તેવો બચાવ કર્યો છે.  પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ  હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં નથી આવ્યું.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, Gujarat University's, Gujarati news, અમદાવાદ સમાચાર, ગુજરાત યુનિવર્સિટી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો