વિદેશ મંત્રાલયે કહ્યું, 'ટ્રમ્પ એરપોર્ટથી સીધા મોટેરા જશે,' ગુજરાત પોલીસ ગાંધી આશ્રમની મુલાકાત માટે પણ તૈયાર

વિદેશ મંત્રાલયે કહ્યું, 'ટ્રમ્પ એરપોર્ટથી સીધા મોટેરા જશે,' ગુજરાત પોલીસ ગાંધી આશ્રમની મુલાકાત માટે પણ તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ લેડી મેલેનિયાની ફાઇલ તસવીર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે દિલ્હીમાં તેમજ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે અમદાવાદમાં તૈયારીઓની માહિતી આપી

 • Share this:
  દિલ્હી/ અમદાવાદ : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લા 8 મહિનામાં પીએમ મોદી સાથેની તેમની 5 મી બેઠક હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પ્રવાસ અમદાવાદ-આગ્રા-દિલ્હી ત્રણ ભાગોમાં વહેંચાયો છે. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બપોરે અમદાવાદ પહોંચશે. જ્યાંથી તે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરવા મોટેરા સ્ટેડિયમ જશે. અમને આશા છે કે મોટી સંખ્યામાં લોકો (રાષ્ટ્રપતિને આવકારવા એરપોર્ટથી) એરપોર્ટથી સ્ટેડિયમ જતા માર્ગ પર ઉપસ્થિત રહેશે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતમાં ગાંધી આશ્રમની મુલાકાત રદ થઈ છે તેવી ચર્ચાઓ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે જણાવ્યું છે કે 'પોલીસે ગાંધી આશ્રમની સૂચિત મુલાકાત માટે તૈયારીઓ કરી છે.'

  કાર્યક્રમનું આયોજન ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ દ્વારા  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે 'અમદાવાદના મોટેરામાં યોજાઈ રહેલા કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કોને આમંત્રણ આપવું તે સમિતિ નક્કી કરે છે.

  વેપારની ડીલને લગતા મુદ્દાઓ જટીલ

  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલના મુદ્દે ઉમેર્યુ કે ' અમને આશા છે કે અમે અમેરિકા સાથે કોઈ સમજૂતી પર પહોંચીશું છતાં અમે કોઈ ઉતાવળમાં નથી. ટ્રેડ ડીલને લગતા મુદ્દાઓ જટીલ છે. અમે કોઈ કૃત્રિમ સમયમર્યાદા નક્કી કરવા માંગતા નથી. અમારા માટે લોકોનું હિત મહત્ત્તવનું છે.  મોદી-ટ્રમ્પ રાઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે

  વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટની મુલાકાત લેશે અને બાપુને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ બંને દેશના પ્રતિનિધિ મંડળ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાશે.

  સાબરમતી આશ્રમની તૈયારી : અજય તોમર

  24મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પનું બપોરે આગમન થશે. અત્યાર સુધીના પ્રોગ્રામ મુજબ સાબરમતી આશ્રમ, ત્યાંથી શાહીબાગ, ડફનાલા, એરપોર્ટ, હાંસોલ, થઈ અને મોટેરા સ્ટેડિયમ જશે. સાબરમતી આશ્રમની મુલાકાત માટે અત્યારસુધી અમારી તૈયારી છે ત્યારબાદ જે નિર્ણય થશે તેમાં અમારી તૈયારી થશે.

  રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય સુરક્ષા ખુલ્લી મૂકાશે

  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સુરક્ષાની ખાસ જરૂર છે. પોલીસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે. બહારની એજન્સીમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં એસપીજી, નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ, રાજ્યની એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, આરએએફ બાકીની આતંરાષ્ટ્રીય એજન્સીઓ અમારી સાથે સંક્લનમાં છે. આ સાથે અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ અને શહેર બહારથી ફાળવાયેલી પોલીસ અને એસઆરપીના જવાનો પણ મદદમાં રહેશે. ચેતક કમાન્ડો જોડાશે.

  હવામાં જમીન પર ચુસ્ત બંદોબસ્ત

  ગુજરાત પોલીસ મેનપાવરની સાથે સાથે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. સુરક્ષા વ્યવસ્થામાં રૂટ પર મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાના છે ત્યાં રૂટની બંને બિલ્ડિંગો પર ધાબાના પોઇન્ટ, ડીપ પોઇન્ટ, રસ્તા પર જરૂર પ્રમાણે બેરીકેડિંગ રાખવામાં આવશે.

  એન્ટિ ડ્રોન ઉપકરણ વપરાશે

  મેટલ ડિટેક્ટર, એન્ટિ ટેરરિસ્ટ સંસાધનો, ડીફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એન્ટિ ડ્રોન ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં 1,10,000 લોકોની કેપેસિટી છે, તેમાં રહેણાંક વિસ્તાર પણ છે તે તમામ વિષયનો મુદ્દે નજર રાખી પૂરતી સગવડો નાગરિકોને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

  ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના અન્ય સમાચારો વાંચો  નમસ્તે ટ્રમ્પ : 'વ્હાઇટ હાઉસ'માં ડાયરો કરવાનું સપનું હતું, મોદી વ્હાઇટ હાઉસને મોટેરામાં લાવી રહ્યા છે'

  અમદાવાદ : ટ્રમ્પની મુલાકાત પહેલાં ડિમોલિશનનો ખોટો વીડિયો વાયરલ કરનાર કોંગ્રેસ કાર્યકરની ધરપકડ

  Namaste Trump : PM મોદી અને ટ્રમ્પ સાથે સંબંધ ધરાવતો પટેલ પરિવાર ખાસ USથી ગુજરાત આવ્યો

  નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પના ભારત પ્રવાસથી કોને ફાયદો થશે? શું ગુજરાતમાં બનશે US વિઝા સેન્ટર?


  Published by:Jay Mishra
  First published:February 20, 2020, 17:05 pm