અમદાવાદઃ અમદાવાદમાં પાન મસાલા ખાવાની નજીવી તકરારમાં મીત્રને મોતને ઘાટ ઉતારાયાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.અમદાવાદના નરોડા વિસ્તારમાં આદિશ્વર બસ સ્ટેન્ડ પાસે રહેતાં નેહલ પટેલે તેની જ સોસાયટીમાં રહેતા અને તેના જ દોસ્ત કુણાલ પાટીલનું ઢીમ ઢાળી દીધું છે.
વાત જાણીને તમને આંચકો લાગશે, પાન મલાસાની નજીવી બાબતે આ આરોપીએ ખૂમ કરી નાખ્યું. મામલો એવો છે કે આરોપીએ અન્ય એક છોકરા પાસે મસાલો મંગાવ્યો હતો. એ મુદ્દે બંને વચ્ચે તકરાર થઇ હતી. એ તકરારનું સમાધાન કરાવવા માટે મૃતક કુણાલ પાટીલ વચ્ચે પડ્યો હતો. એ વખતે તો ઝઘડો શાંત થઇ ગયો પણ પછી મોડી રાતે આરોપીએ ચપ્પુના ઘા ઝીંકીને કુનાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે તરત જ આરોપીને ઝડપી લીધો હતો.એક તરફ નવરાત્રીના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે કુણાલ પાટીલના પરિવારમાં ઉમંગની જગ્યાએ માતમ પથરાયેલો છે.