ગાંધી આશ્રમ અને CM નિવાસ બહાર ધરણાં કરીશું : પાટીદારોની ચીમકી

News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
ગાંધી આશ્રમ અને CM નિવાસ બહાર ધરણાં કરીશું : પાટીદારોની ચીમકી
સરકારને ચીમકી આપતા કહ્યું કે, જો અમારી ધરપકડ કરવામાં આવશે તો, સુરતની જેમ સરકારના કાર્યક્રમનો વિરોધ કરીશું.

સરકારને ચીમકી આપતા કહ્યું કે, જો અમારી ધરપકડ કરવામાં આવશે તો, સુરતની જેમ સરકારના કાર્યક્રમનો વિરોધ કરીશું.

  • Share this:
પાટીદારો ફરી પોતાની માંગને લઈ ઉગ્ર બન્યા છે. એસપીજી અને પાસના આગેવાનોએ સરકારને ચીમકી આપી છે કે, અમારી માંગ સ્વીકારવામાં ન આવતા પાસ અને એસપીજીના સંયુક્ત કાર્યકરો પાટીદાર પરીવાર સાથે ગાંધી આશ્રમ અને સીએમ નિવાસ બહાર ધરણા કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર ખાતે આજે પાસ અને એસપીજી આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં પાટીદાર નેતાઓ જાહેરાત કરી કે, પાટીદાર સમાજની માંગ અમે સરકાર સમક્ષ મુકી પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની માંગ સંતોષકારક સ્વીકારવામાં આવી નથી જેથી 18 ફેબ્રુઆરીએ ગાંધી આશ્રમ અને 25 ફેબ્રુઆરીએ સીએમ નિવાસ બહાર ધરણા કરવામાં આવશે.

આ સમયે એસપીજી પ્રવક્તા પૂર્વિન પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજ માટે અમે લડી રહ્યા છીએ, સમાજ માટે એસપીજી અને પાસ બંને એક થઈ લડાઈ લડીશું. વારંવાર સરકાર સમક્ષ સમાજ માટે જે માંગ કરવામાં આવી તે હજુ સુધી સંતોષકારક સ્વીકારવામાં આવી નથી. જેથી અમે હવે ગાંધી માર્ગે ગાંધી આશ્રમ અને સીએમ નિવાસ બહાર ધરણા કાર્યક્રમ કરીશું.

તેમણે સરકારને ચીમકી આપતા કહ્યું કે, જો અમારી ધરપકડ કરવામાં આવશે તો, સુરતની જેમ સરકારના કાર્યક્રમનો વિરોધ કરીશું. અમને 209 જેટલા પરિવારોનું સમર્થન છે. પાટીદાર સમાજની માંગો જ્યાં સુધી સંતોષવામાં નહી આવે ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading