NamasteTrump : પીએમ મોદી બોલ્યા 'ગાંધીની ભૂમિ પર બંને દેશોના સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે'

News18 Gujarati
Updated: February 24, 2020, 3:49 PM IST
NamasteTrump : પીએમ મોદી બોલ્યા 'ગાંધીની ભૂમિ પર બંને દેશોના સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે'
પીએમ મોદી.

પીએમ મોદીએ જણાવ્યું કે 'આજે નવો ઇતિહાસ લખાયો, ઇતિહાસનું પુનરાવર્ત પણ થયું છે'

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યુ હતું. રોડ શો બાદ બંને મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ ગયા હતા જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતથી ભારત-અમેરિકા સંબંધોનો નવો અધ્યાય લખાશે'

આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન પણ જોઈ રહ્યા છે. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હાઉવડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત 'નમસ્તે ટ્રમ્પ'થી કરી રહ્યા છે. આટલી લાંબી મુસાફરી પછી પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર સીધો સાબરમતી આશ્રમ ગયા હતા.

ગાંધી ધરતી પર હિંદુસ્તાનનો ઉત્સાહ

પીએમ મોદીએ જણાવ્યું કે 'આ ગાંધીની ધરતી છે પરંતુ અહીંયા આખા હિંદુસ્તાનનો ઉત્સાહ છે. આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનિયા અને ઇવાન્કા તેમજ જેરેડની ઉપસ્થિતિ ભારત અમેરિકાના સંબંધોને પરિવાર જેવી મીઠાસ અને ઘનિષ્ઠતાની ઓળખાણ આપે છે.



નમસ્તેનો અર્થ ઉંડો છે
પીએમ મોદીએ કહ્યું, 'નમસ્તેનો અર્થ ખૂબ ઉંડો છે. આપણે વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદર વ્યાપેલી દિવ્યતાને વંદન કરીએ છીએ. આ સમારોહ માટે હું ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતમાં રહેતા અન્ય દેશવાસીઓનું અભિવાદ કરૂં છું.

ધોળાવીરા અને લોથલની ધરતી

પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે આ ભૂમિ પર છો જ્યાં 5,000 વર્ષ જૂનું પ્લાન્ડ સિટી ધોળાવારી અને લોથલ ઘડાયું હતું. તમે વિવિધતાસભર એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષા બોલવામાં આવે છે, પરિધાન છે. ખાનપાન છે અને પંથ અને સમુદાય છે. અમારી વિવિધતા અને તેમાં એકતા અને તેનો ઉત્સાહ ભારત-અમેરિકા વચ્ચેનો ઉત્સાહ

નવો અધ્યાય લખાશે

પીએમ મોદીએ કહ્યું કે 'આ મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે 'હું ફરીથી ભારત આવવા માંગું છું. પરંતુ આજે તમે ફરીથી પરત આવ્યા છો ત્યારે તમારૂં સ્વાગત છું.'
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading