Board Exam CCTV: અમદાવાદમાં (Ahmedabad) પરીક્ષા દરમિયાન (exam) ગેરરીતિ પકડી પાડવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંય ગેરરીતિ પકડવા અમદાવાદમાં સ્પેશિયલ ટીમ CCTV દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.
અમદાવાદઃ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અમદાવાદમાં (Ahmedabad) પરીક્ષા દરમિયાન (exam) ગેરરીતિ પકડી પાડવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંય ગેરરીતિ પકડવા અમદાવાદમાં સ્પેશિયલ ટીમ CCTV દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. આ સ્પેશિયલ ટીમ રોજે રોજ CCTVની ચકાસણી કરશે. અમદાવાદ શહેરમાં 348 અને ગ્રામુમાં 233 પરીક્ષા સ્થળોને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે.
આગામી 28 માર્ચે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે અમદાવાદ શહેરમાં 87 હજાર અને ગ્રામ્યમાં 75 હજારથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા તો પરીક્ષામાં ગેરરીતી અને ચોરી અટકાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે અમદાવાદમાં CCTV મોનીટરીંગ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરરીતિને અવકાશ ન રહે તે માટે આ સ્પેશિયલ ટીમ CCTVનું રોજેરોજ મોનીટરીંગ કરશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય તરફથી મળેલી વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં પરીક્ષાને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 348 અને ગ્રામુમાં 233 પરીક્ષા સ્થળોને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે.
સોલા રોડ પર આવેલી નેશનલ સ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષાના સીસીટીવીની અને શિક્ષણ તાલીમ ભવન ગોતામાં ધોરણ 12 માટે સીસીટીવીની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10ની 7 ઝોનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 5 ઝોન અને વિજ્ઞાન પ્રવાહની 5 ઝોનમાં પરીક્ષા યોજાશે.
ધોરણ 10 માટે 34 કેન્દ્ર પર 205 સ્થળો પર પરીક્ષા યોજાશે ધોરણ 12 માટે 39 કેન્દ્ર પર 143 સ્થળ પર પરીક્ષા લેવાશે. તો અમદાવાદ ગ્રામ્યમાં પણ ધોરણ 10 અને 12 માટે ચાર ચાર ઝોનમાં પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્વનુ છે કે કોરોનાના બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. તેવામાં ગેરરીતી અટકાવવા ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેવી પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર