રાજ્યમાં કોરોના વાયરસનો ભય : અમદાવાદ, સુરત સહિતના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

રાજ્યમાં કોરોના વાયરસનો ભય : અમદાવાદ, સુરત સહિતના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું
અમદાવાદ એરપોર્ટ પર થર્મલ સ્કેનર મૂકાયા.

મુસાફરોની તપાસ માટે અમદાવાદ એરપોર્ટ પર બે થર્મલ ઇમેજ સ્કેનર મશીન મૂકવામાં આવ્યા, વિદેશથી આવતા મુસાફરો માટે અલગ એરોબ્રિજ રાખવામાં આવ્યો.

  • Share this:
અમદાવાદ/સુરત : કોરોના વાયરસના ખતરા (Coronavirus threat in Gujarat)ને લઈને રાજ્યના અમદાવાદ સહિતના એરપોર્ટ (Ahmedabad Airport)પર મુસાફરોનું સ્ક્રિનિંગ (Coronavirus Screening) શરૂ કરાયું છે. અમદાવાદ એરપોર્ટ પર કોરોના વાયરસને લઈને ત્રણ ટીમ દ્વારા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ ખાતે પ્રવાસીઓને હેલ્થ વિભાગ (State Health Department)ની ટીમ તરફથી સારી સુવિધા મળી રહે તે માટે આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ (Dr Jayanti Ravi)એ એરપોર્ટની મુલાકાત લીધી છે. જેઓએ એરપોર્ટ પર કોરોના વાયરસ લઈને ટીમને સતર્ક રહેવાની ખાસ સૂચના આપી છે.

અગ્ર સચિવ જ્યંતિ રવિએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એરપોર્ટ ખાતે પૂરતા કર્મીઓ મૂકવામાં આવ્યા છે. કોરોના વાયરસથી લોકોએ ભયભીત થવાની જરૂર નથી. લોકો જ્યાં-ત્યાં થૂંકવાનું બંધ કરે. હાલ અમદાવાદ એરપોર્ટ પર બે થર્મલ ઇમેજ સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. વિદેશી આવતી ફ્લાઇટ માટે અલગ એરોબ્રિજ રાખવામાં આવ્યો છે. એરોબ્રિજની આગળ જ થર્મલ સ્કેનર મશીન મૂકવામાં આવ્યું છે. થર્મલ સ્કેનર મશીન 3 સેકન્ડમાં પર પ્રવાસીઓનું તાપમાન માપી લેશે. જો કોઈ પ્રવાસીઓનું શરીરનું તાપમાન 98 ડિગ્રીથી વધારે નોંધાશે તો હેલ્થ ટીમ દ્વારા તે પ્રવાસીની તપાસ કરવામાં આવશે. જો આ પ્રવાસીમાં કોરોના વાયરસના લક્ષણ દેખાશે તો સેમ્પલ લઈને લેબમાં મોકલાશે. જો વધારે જરૂર પડશે તો પ્રવાસીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ મોકલાશે.આ પણ વાંચો : કોરોના વાયરસને લઈ એલર્ટ, રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ ઊભો કરાયોઅમદાવાદ એરપોર્ટ ખાતે હેલ્થ ટીમ

એરપોર્ટ ખાતે તહેનાત હેલ્થ ટીમ પાસે થર્મલ સ્કેનર હેન્ડી, પલ્સ ઓક્સી મીટર રાખવામાં આવ્યા છે. જેના કારણે કોઈ પણ પ્રવાસીને તબિયત ખરાબ હોય તો પ્રાથમિક સારવાર એરપોર્ટ ખાતેજ આપી શકાય. પ્રવાસીઓમાં જાગૃતિ આવે તે માટે ફ્લાઇટમાં પણ પ્રવાસીઓને માસ્ક પહેરી રાખવાની સૂચના આપવામાં આવે છે.સુરત એરપોર્ટ ખાતે મુસાફરોની તપાસ

અમદાવાદની જેમ સુરત એરપોર્ટ પર પણ વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શારજાહથી આવતા પેસેન્જરનું ગાઈડલાઈન પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં માત્ર એક ફ્લાઇટ શારજાહથી આવે છે. આથી એરપોર્ટ ખાતે વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે.બીજી તરફ ચીનના પ્રવાસે ગયેલા મુસાફરો પાછા આવ્યા છે તેમની માહિતી પાલિકા તંત્રએ રાજ્ય સરકારની મદદથીમેળવીને આ તમામ લોકોને આરોગ્યની તપાસણી હેઠળ મૂકી દીધા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચીનથી 235 લોકો પરત આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ, પ્રવાસી અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે કેન્દ્ર અને ગુજરાત સરકારની મદદથી આ લોકોની માહિતી મેળવીને સતત તેમના ઘરે જ આરોગ્યની ચકાસણી શરૂ કરી હતી. એરપોર્ટ ખાતે તપાસ માટે સુરત આરોગ્ય વિભાગ દ્વારા 1 મેડિકલ ઓફિસર, 1 ફાર્માસિસ્ટ અને નર્સ તહેનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Coronavirus: કોરોના વાયરસ સામે તંત્ર સતર્ક , નીતિન પટેલે કહ્યું એરપોર્ટ પર સઘન તપાસ


Published by:Vinod Zankhaliya
First published:March 04, 2020, 16:02 pm

ટૉપ ન્યૂઝ