અમદાવાદ: અજાણ્યો વ્યક્તિ વાત કરવા મોબાઈલ માંગે તો ચેતજો, નહીં તો તમારી સાથે આવું બની શકે છે


Updated: March 12, 2020, 5:44 PM IST
અમદાવાદ: અજાણ્યો વ્યક્તિ વાત કરવા મોબાઈલ માંગે તો ચેતજો, નહીં તો તમારી સાથે આવું બની શકે છે
સેટેલાઈટ પોલીસે એક ગ્રેજયુકએટ ચોરની ધરપકડ કરી

આરોપીની મોડસ ઓપરેન્ડી પણ અજીબો ગરીબ હતી અને જેથી કોઈને શંકા પણ જતી ન હતી. હાલ તો 31 જેટલા મોબાઈલ ચોરીની કબુલાત કરી છે

  • Share this:
અમદાવાદની સેટેલાઈટ પોલીસે એક ગ્રેજયુકએટ ચોરની ધરપકડ કરી છે. આરોપી રુપિયા માટે નોકરી છોડી ચોરીના રવાડે ચઢ્યો અને વસ્ત્રાપુર, સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં માત્ર મોબાઈલની ચોરી કરતો હતો.

નોંધનીય છે કે, આરોપીની મોડસ ઓપરેન્ડી પણ અજીબો ગરીબ હતી અને જેથી કોઈને શંકા પણ જતી ન હતી. આરોપી જય દુધાત છેલ્લા થોડાક સમયથી અમદાવાદના પોશ વિસ્તારમાં પી.જી તરીકે રહી રહ્યો હતો અને ચોરીની ઘટનાઓે અંજામ આપી રહ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 8 જેટલા મોંધા મોબાઈલ પણ કબ્જે કર્યા છે પરંતુ આરોપીએ ગત જુલાઈ મહિનાથી કુલ 31 જેટલા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત કરી છે..પોલીસનુ કહેવુ છે કે આરોપી પહેલા વીમા કંપનીમાં કામ કરતો હતો અને નોકરી છુટ્યા બાદ રુપિયા માટે તેને મોબાઈલ ચોરી કરવાની શરુઆત કરી દીધી હતી.

મહત્વુ નુ છે કે, આરોપી મોબાઈલની ચોરી એટલા સાતિર પુર્વક કરતો હતો કે કોઈને શંકા પણ જતી ન હતી. આરોપી ચોરી કરવા મુસાફર બની રિક્શામાં બેસી જતો હતો અને રિક્શામાં બેઠેલા અન્ય મુસાફર અથવા રિક્શા ચાલક પાસે મોબાઈલ વાત કરવા માંગતો હતો. તે પોતાની સાથે એક બેગ રાખતો અને જેમાં કોઈ પણ ભારે વસ્તુ મુકી દેતો હતો. વાત કરતા કરતા થોડોક આગળ નિકળી જતો અને રિક્શામાં બેસેલા અન્ય મુસાફર અથવા રિક્શા ચાલકને તો એવુ લાગે કે તેની બેગ રિક્શામાં છે, જેથી તે ક્યાં જશે પરંતુ તે અચાનક વાત કરતા કરતા ગાયબ થઈ જતો અને ચોરીઓ કરતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપી સુરત અને રાજકોટ સહિત અન્ય જગ્યાએ મોબાઈલ વેંચી દેતો હતો. નોંધનીય છે કે હાલ તો 31 જેટલા મોબાઈલ ચોરીની કબુલાત કરી છે પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે અમદાવાદ સિવાય તેણે અન્ય જીલ્લાઓમાં ચોરીઓ કરી છે કે કેમ, અને તે ચોરીનો મોબાઈલ કોણે વેંચી દેતો હતો.
Published by: kiran mehta
First published: March 12, 2020, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading