અમદાવાદ: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકૂલરની સુવિધાવાળો ડોમ બનાવાયો

અમદાવાદ: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકૂલરની સુવિધાવાળો ડોમ બનાવાયો
દર્દીઓના સગા માટે ડોમ ઊભો કરાયો.

અહીં શરુ કરવામાં આવેલા હેલ્પ ડેસ્ક પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે, આ ઉપરાંત દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કૉલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ સોલા સિવિલ હૉસ્પિટલ (Ahmedabad sola civil hospital) ખાતે કોવિડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવિડના દર્દી (Covid patients)ઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે. આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકૂલર (Air cooler)ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત અહીં શરુ કરવામાં આવેલા હેલ્પ ડેસ્ક પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કૉલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્દીના સ્વજનો સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન દર્દી સાથે વાત કરી શકે છે.આ પણ વાંચો: રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને 28,000 રૂપિયામાં વેચનારા બે ઝડપાયાઆ સુવિધા અંગે વાતચીત કરતા સોલા સિવિલ હૉસ્પિટલના RMO ડો. પ્રદીપભાઈ પટેલ કહે છે કે, દર્દીઓમાંથી અન્ય લોકોમાં ક્રોસ ઈન્ફેકશન ન ફેલાય તે માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોમની સુવિધા ઊભી કરી છે. જેને અમે હેલ્પ ડેસ્ક નામ આપ્યું છે. ડૉ.પ્રદીપભાઈ ઉમેરે છે કે વીડિયો કોલિંગની ફેસિલિટીથી અમે દર્દી અને તેમના સ્વજનો વચ્ચે વાતચીત કરાવીએ છીએ. જેથી દર્દીના સ્વજનોને પણ માનસિક રીતે રાહત રહે છે.

આ પણ વાંચો: કોરોનાનો કહેર: મહિલા ડૉક્ટરે રડતાં રડતાં કહ્યું,- 'પહેલા આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ'

અમદાવાદના વાસણા વિસ્તારના દેવલભાઈ થાનકી આ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે કે, અહીં સુવિધાઓ સારી છે. ખાનગી હૉસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિર લાવવાની ચિંતા રહે છે પણ અહીં સરકારી હૉસ્પિટલમાં તે અંગે અમે નિશ્ચિત છીએ. દેવલભાઈના બહેનના સસરા રસિકભાઈ થાનકી સોલા સિવિલ હૉસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.આ પણ વાંચો: અમદાવાદ: રમજાન માસમાં સવારે ચાર વાગ્યા પિતાને ફોન આવ્યો કે દીકરી લટકી રહી છે!

ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હૉસ્પિટલમાં સુચારુ સંચાલન થાય અને નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સાયન્સ-ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાની આગેવાનીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પીના સોની સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:April 21, 2021, 09:25 am

ટૉપ ન્યૂઝ