ભારતમાં ફસાયેલા બ્રિટનનાં નાગરિકો માટે અમદાવાદથી ખાસ ત્રણ ફ્લાઇટ ઉપડશે

News18 Gujarati
Updated: April 11, 2020, 8:26 AM IST
ભારતમાં ફસાયેલા બ્રિટનનાં નાગરિકો માટે અમદાવાદથી ખાસ ત્રણ ફ્લાઇટ ઉપડશે
પ્રતિકાત્મક તસવીર

બ્રિટિશ સરકારે આગામી 13થી 20 એપ્રિલ દરમિયાન 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સ ઉડાવવાનો નિર્ણય લીધો છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત  (Gujarat) સહિત ભારતમાં ફસાયેલા બ્રિટિશ (British) નાગરિકો પરત જઇ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટન સરકારે  (Britain Government)ચાર્ટર ફ્લાઇટ્સની (Charted flights) વ્યવસ્થા કરી પોતાના નાગરિકોને પાછા આવી જવા આ વ્યવસ્થા ગોઠવી છે. બ્રિટીશ સરકારની સત્તાવાર વેબસાઈટ પર આ બ્રોડકાસ્ટ મુકવામાં આવ્યું છે અને તેના ઉપર બ્રિટીશ નાગરીકોને રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. બ્રિટિશ સરકારે આગામી 13થી 20 એપ્રિલ દરમિયાન 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સ ઉડાવવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઇટ્સ અમદાવાદ (Ahmedabad) સહિત 8 એરપોર્ટ પરથી ઉપડવાની છે.

આ માટે 13થી 15 એપ્રિલે અમદાવાદથી લંડન માટે ડાયરેક્ટ ફ્લાઇટ જશે. હૈદરાબાદ થઇને આ ફ્લાઇટ લંડન લઇ જવાશે. યુનાઇટેડ કિંગડમના મંત્રી તારિક અહેમદે જણાવ્યું છે કે, 'હજારો બ્રિટિશ પ્રવાસીઓ હાલ ભારતમાં છે અને તેમને સ્વદેશ લાવવા માટે અમે શક્ય તેટલો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. જેમાં બ્રિટિશ પ્રવાસીઓને એરપોર્ટ સુધી લાવવામાં ભારત સરકારના સહકારની પણ જરૂર પડશે.'

હાલ ભારતભરમાં તમામ પ્રકારની કોમર્શિયલ ફ્લાઈટસ બંધ છે. આંતરરાષ્ટ્રીય ઉડાન પણ અટકાવાવમાં આવી છે. તેવામાં બ્રિટીશ સરકારે આ અંગે ભારતીય ઓથોરિટી સાથે પરામર્શ કરી ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડીંગ તથા એરપોર્ટ ખાતે જરૂરી ઇમિગ્રેશન વ્યવસ્થાની રજૂઆત કરી છે.

આ પણ વાંચો : સુરત : આ ત્રણ શાળાઓની માન્યતા થઇ રદ, નવા વર્ષથી વિદ્યાર્થીઓને લેવો પડશે અન્ય શાળામાં પ્રવેશ

મળતી માહિતી પ્રમાણે, પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલે અમદાવાદથી ઉપડશે. બીજી ફ્લાઇટ 15 એપ્રિલે અમદાવાદથી લંડન જશે અને ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદથી લંડન પહોંચશે. બ્રિટન સરકાર દ્વારા ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે દેશના અલગ-અલગ મોટા શહેરોમાં 12 ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.

આ પણ જુઓ : 

 
First published: April 11, 2020, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading