સિનિયર સિટીઝનને દવાખાનામાં લાઈનમાં ઊભા નહીં રહેવું પડે, કારણ કે..

સિનિયર સિટીઝનને દવાખાનામાં લાઈનમાં ઊભા નહીં રહેવું પડે, કારણ કે..
60 વર્ષથી ઉપરનાં વયોવૃદ્ધ નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે સરકારી દવાખાનાઓમાં અલાયદી સુવિધા આપવાના નિર્ણય દ્વારા ગુજરાત સરકાર ખરા અર્થમાં પર દુઃખભંજન સાબિત થઇ રહી છે.

60 વર્ષથી ઉપરનાં વયોવૃદ્ધ નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે સરકારી દવાખાનાઓમાં અલાયદી સુવિધા આપવાના નિર્ણય દ્વારા ગુજરાત સરકાર ખરા અર્થમાં પર દુઃખભંજન સાબિત થઇ રહી છે.

  • Share this:
ગુજરાતના રાજ્યના (Gujarat State) સિનિયર સિટીઝન (Senior Citizens) નાગરિકોને સરકારી દવાખાનાઓમાં (Government hospital) અલાયદી વ્યવસ્થાઓ આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ સરકરી દવાખાનામાં આવેલ ઓ.પી.ડીમાં સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા (Sectoral arrangement) હશે.

રાજ્યના તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ નાગરિકોની વધુ સુવિધા માટે અલાયદી વ્યવસ્થાઓ મળશે. 60 વર્ષથી ઉપરનાં વયોવૃદ્ધ નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે સરકારી દવાખાનાઓમાં અલાયદી સુવિધા આપવાના નિર્ણય દ્વારા ગુજરાત સરકાર ખરા અર્થમાં પર દુઃખભંજન સાબિત થઇ રહી છે.આ પણ વાંચોઃ-બહેનના લગ્નમાં ત્રણ લાખ રૂપિયા માટે કેમ જીદે ભરાઈ હતી સાનિયા મિર્ઝા?

સરકારી દવાખાનામાં રાજયન આ તમામ સિનિયર સિટીઝન ને સમયસર અને વગર તકલીફ અલાયદી વ્યવસ્થા મળે તે માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ રાજ્ય સરકાર ને પત્ર લખતા હવે રાજ્ય સરકર દ્વાર સિનિયર સિટીઝન માટે તમામ દવાખાનમાં અલાયદી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-જો તમે સ્માર્ટફોન પાસે રાખીને ઊંઘો છો? તો આ સમાચાર જરૂર વાંચો

આ મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્યનાં સિનિયર સિટીઝન નાગરિકોને બીમારીની સારવાર માટે કોઈ મુશ્કેલી ન પડે,કોઈ હાડમારી ભોગવવી ન પડે અને સારવાર દરમિયાન ઉતમ સુવિધા મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ લોકો માટે ઓ.પી.ડી.સમય અલગથી રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-હરિયાણાની ભેંસે 33.31 કિલોગ્રામ દૂધ આપીને પાકિસ્તાનનો તોડ્યો રેકોર્ડ

તેમજ કેસબારી માટે પણ અલગ લાઈન તથા વયોવૃદ્ધ નાગરિકો માટે અલગ વોર્ડ અથવા અલગ વ્યવસ્થાઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે દર્શાવે છે કે ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચે તેમજ સમાજના તમામ વર્ગોની જરૂરિયાત મુજબ સૌને સુવિધાયુક્ત આરોગ્યસેવાઓ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે.

ગુજરાત સરકાર દ્વારા આ સુચનને આવકારી તાત્કાલિક ધોરણે આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં છે ત્યારે વિવિધ સંસ્થાઓ,સામાજીક આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ગુજરાત સરકારને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરી રહી છે.ત્યારે જોવાનું એ રહશે કે હવે શું રાજ્યના તમામ સરકારી દવાખાનામાં સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા ઉભી થશે?
First published:December 14, 2019, 21:59 pm

टॉप स्टोरीज