અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસની અરજી ખામીયુક્ત, સુધારો કરવા નોટિસ

News18 Gujarati
Updated: May 9, 2019, 12:43 PM IST
અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસની અરજી ખામીયુક્ત, સુધારો કરવા  નોટિસ
અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર

આ અરજીના કેટલાક પાનાઓ અને પુરાવાઓ પર સહી ન કરી હોવાથી અધ્યક્ષ તેમાં સુધારો કરવા 15 દિવસનો સમય આપ્યો છે

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય અને દંડક અશ્વિન કોટવાલ તરફથી ઠાકોર સમાજના અગ્રણી અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ કરવાની માંગ સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજીનું અવલોક કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તેને ખામીયુક્ત ઠેરવી છે. આ અરજી પ્રાથમિક દૃષ્ટીએ ખામીયુક્ત જણાઈ છે જેમાં ઑથેન્ટિફિકેશનનો અભાવ છે. અધ્યક્ષે સુધારો કરવા માટે કોંગ્રેસને 15 દિવસનો સમય પાઠવી અને નોટિસ આપી છે.

આ અરજીનું અવલોકન કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને નોટિસ ફટકારી છે. આ અરજી પ્રાથમિક દૃષ્ટીએ ખામીયુક્ત જણાઈ છે જેમાં ઑથેન્ટિફિકેશનનો અભાવ છે. આ અરજીના કેટલાક પાનાઓ અને પુરાવાઓ પર સહી ન કરી હોવાથી અધ્યક્ષ તેમાં સુધારો કરવા 15 દિવસનો સમય આપ્યો છે અને અરજી સુધારો કરવા સૂચવ્યું છે.

ધોરણ-12 સાયન્સનું પરિણામ અહીં જાણો :

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ વિધાનસભાના અધ્યક્ષને મળવા માટે પહોંચ્યું હતું. ગાંધીનગર ખાતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસી ધારાસભ્યો વિધાનસભા ગયાં હતા. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાથી કોંગ્રેસ દ્વારા તેને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની અરજી કરવામાં આવી હતી.

 

 
First published: May 9, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading