'વાયુ'ની દિશા બદલાઈ પરંતુ ખતરો હજી ટળ્યો નથી : હવામાન વિભાગ

News18 Gujarati
Updated: June 13, 2019, 10:12 AM IST
'વાયુ'ની દિશા બદલાઈ પરંતુ ખતરો હજી ટળ્યો નથી : હવામાન વિભાગ
હાલની પરિસ્થિતિ અંગે હવામાન વિભાગનાં એડિશનલ ડાયરેક્ટર, મનોરમા મોહંતી સાથે વાત કરી.

'લેન્ડ ફોલ નહીં થાય પરંતુ અહીંનાં કિનારાઓ પર અસર રહેશે. જેના કારણે બે દિવસ એટલે 15મી તારીખ સુધી દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.'

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : વાયુ વાવાઝાડોને પગલે સૌરાષ્ટ્રમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અનેક લોકો અને સંસ્થાઓ આ સંકટભરી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. ત્યારે વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવા સમાચાર મળી રહ્યાં છે.

ગુજરાત હવામાન વિભાગ ડિરેક્ટર જયંત સરકારે વાયુ વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ આપતા જણાવ્યું કે, ' વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાશે નહીં પરંતુ તે ઉત્તર પશ્ચિમ તરફ જશે. 3 દિવસ માટે ગુજરાતનાં દરિયાકાંઠે પવનની ગતિ સાથે ભારેથી અતિભારે વરસાદ થશે.'

15મી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પરિસ્થિતિ અંગે હવામાન વિભાગનાં એડિશનલ ડાયરેક્ટર, મનોરમા મોહંતી સાથે ન્યૂઝ18 ગુજરાતીએ વાત કરતા જણાવ્યું કે, 'વાયુ વાવાઝોડુાનું સેન્ટર ગુજરાતની અંદરનાં ભાગે નહીં આવે પરંતુ દરિયાની અંદર રહેશે. સૌરાષ્ટ્રનાં દરિયાકિનારે અથડાઇને જશે. લેન્ડ ફોલ નહીં થાય પરંતુ અહીંનાં કિનારાઓ પર અસર રહેશે. જેના કારણે બે દિવસ એટલે 15મી તારીખ સુધી દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.'

આ પણ વાંચો : દરિયાકાંઠાનાં વિસ્તારોમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

પવનની ગતિ 135થી 145ની રહેશેઆ ઉપરાંત તેમણે કહ્યું, 'દીવ, સોમનાથ, ગીર, જૂનાગઠ, પોરબંદરનાં અનેક વિસ્તારો અસરગ્રસ્ત રહેશે. આ વાવઝોડું આજે બપોરે અથડાશે ત્યારે પવનની ગતિ 135થી 145 સુધી અને મહતત્મ 160 સુધી  દર કલાકે કિમી રહેશે.'

જુઓ VIDEO: સોમનાથ મંદિરના પ્રવેશમાં માટે બનાવેલા શેડ પવનના કારણે તૂટ્યા

'ખતરો હજી ટળ્યો નથી'

આ ખતરો ટળવાની વાત કરતા કહ્યું કે,  ' ખતરો હજી ટળ્યો નથી, હજી પણ ખતરો એટલો જ છે અને પવનની ગતી પણ વધારે રહેશે. જેના કારણે પોર્ટ વોર્નિંગ, ડેન્ઝર સિગ્નલ આપવામાં આવ્યું છે, માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે. આ બધી વોર્નિંગ 15મી તારીખ સુધી રહેશે.'

ખાનગી હવામાન સંસ્થા શું કહી રહી છે?

હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું 'વાયુ' વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા સાથે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે.

 
First published: June 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading