ગુજરાતના આ શહેરોમાં આજે દેખાશે સ્પેસ સ્ટેશન, 6 મિનિટ સુધી આકાશમાં ચમકશે

News18 Gujarati
Updated: July 14, 2020, 5:34 PM IST
ગુજરાતના આ શહેરોમાં આજે દેખાશે સ્પેસ સ્ટેશન, 6 મિનિટ સુધી આકાશમાં ચમકશે
સ્પેસ સ્ટેશન

વૈજ્ઞાનિકો મુજબ ભારતના ત્રણેય શહેરોમાં આ નજરો ખાલી 6 મિનિટ માટે જ નજરે પડશે.

  • Share this:
આપણે બધા અંતરિક્ષના રહસ્યોને જાણવા અને સ્પેશ સ્ટેશનને જોવાની ઇચ્છા નાના મોટા તમામ રાખતા હોય છે. આકાશ મંડળમાં સૂર્ય અને ચંદ્રમાની પછી જો કોઇ વસ્તુ આકાશમાં સૌથી વધુ ચમકે છે તો તે છે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન. તેવામાં રાતના સમયે તેને જોવી ખૂબ જ સરળ હોય છે. ભારતમાં આજે રાત્રે ત્રણ અલગ અલગ શહેરો અને રાજ્યોમાં સરળતાથી સ્પેસ સ્ટેશન દેખાશે. આ સ્પેસ સ્ટેશન ત્યારે જ દેખાશે જ્યારે આ તમામ શહેરો 90 ડિગ્રી એન્ગલ પર હશે. આ નજારો આકાશમાં ખાલી થોડી વાર માટે દેખાશે.

વૈજ્ઞાનિકો મુજબ આ નજરો આજે રાતે ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં જોવા મળશે. આ ઉપરાંત રાજસ્થાનના જયપુર અને દિલ્હીમાં પણ તે નજરે પડશે. આ શહેરોમાં જ્યારે તે 90 ડિગ્રી એન્ગલ પર હશે તો તમે તેને સરળતાથી જોઇ શકશો. મંગળવારે રાત્રે લગભગ 8 વાગે 35 મિનિટ પર રાજકોટ અને અમદાવાદમાં આ સ્પેસ સ્ટેશન જોઇ શકાશે. જ્યારે દિલ્હીમાં તે 8:37 મિનિટ પર દેખાશે.

વધુ વાંચો : ચીન સાથે ડીલ પછી ઇરાને ભારતને આપ્યો મોટો ઝટકો, ચાબહાર રેલ પરિયોજનાથી હટાવ્યા

વૈજ્ઞાનિકો મુજબ ભારતના ત્રણેય શહેરોમાં આ નજરો ખાલી 6 મિનિટ માટે જ નજરે પડશે. આ સ્પેસ સટલ હવાઇ જહાજની જેમ થોડી વાર માટે ચમકતું રહેશે. તો અમદાવાદ અને રાજકોટવાસીઓએ આજે આ આકાશી નજારો તેમના બાળકોને બતાવવો જ રહ્યો.  તમને જણાવી દઇએ કે સ્પેસ સ્ટેશન દર રોજ પૃથ્વીના 16 ચક્કર લગાવે છે. અને તે દરેક સમયે અલગ અલગ દેશોમાં નજરે પડે છે.

ત્યારે આ વખતે આ સ્પેસ સ્ટેશન ગુજરાતના પણ બે શહેરોમાં નજરે પડશે.
Published by: Chaitali Shukla
First published: July 14, 2020, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading