અમદાવાદ : શહેરના (Ahmedabad) સરદાર પટેલ રિંગ (SP ring road flyover collapse) રોડ પર નવો બની રહેલો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. મંગળવારે મોડી રાતે બોપલથી શાંતિપુરા (Bopal to Shantipura bridge) જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટના બની ત્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગના ત્રણ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઔડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આ દૂર્ઘટના સર્જાઇ હતી.
આ બ્રિજનો ભાગ ધરાશાયી થયો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આ બ્રિજનું નિર્માણ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ મામલે આજે બુધવારે સવારે ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ ફ્લાયઓવર 78.47 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે અને તેનું ટેન્ડર રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું હતું. બ્રિજનું કામ 5 માર્ચ, 2019 ના રોજથી ચાલે છે. આ કામ 4 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થવાની ધારણા હતી. જોકે, સિવિક અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજ પર કામ પૂર્ણ થતાં હજુ થોડા મહિનાઓ લાગશે.
અમદાવાદના SP રિંગ રોડ પર બ્રિજ તુટવા પર ચીફ ફાયર અધિકારીએ આપી જાણકારી
કામ કરી રહેલા મજૂરો સલામત રીતે ઉતરી ગયા હોવાની ચીફ ફાયર અધિકારીએ આપી જાણકારી pic.twitter.com/jiERAB8P3B
કાર્યકારી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની આગેવાનીમાં ફાયર વિભાગની ચાર ટીમો અકસ્માત સ્થળે પહોંચી હતી. જે બાદ તેમણે જણાવ્યુ હતુ કે, " બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.ત્યાં કામ કરી રહેલા મજૂરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા. "
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર