સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવે કહ્યું- અખિલેશ જ બનશે નવા મુખ્યમંત્રી

Haresh Suthar | News18 Gujarati
Updated: February 6, 2017, 12:25 PM IST
સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવે કહ્યું- અખિલેશ જ બનશે નવા મુખ્યમંત્રી
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને હાલના સંરક્ષક મુલાયમસિંહ યાદવનો ફરી એકવાર પુત્ર પ્રેમ અને ભાઇ પ્રેમ છલકાયો છે. મુલાયમસિંહે સોમવારે કહ્યું કે, પહેલા તે ભાઇ શિવપાલ માટે 11 ફેબ્રુઆરીથી પ્રચાર કરશે અને બાદમાં પુત્ર અખિલેશ માટે પ્રચાર કરશે.

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને હાલના સંરક્ષક મુલાયમસિંહ યાદવનો ફરી એકવાર પુત્ર પ્રેમ અને ભાઇ પ્રેમ છલકાયો છે. મુલાયમસિંહે સોમવારે કહ્યું કે, પહેલા તે ભાઇ શિવપાલ માટે 11 ફેબ્રુઆરીથી પ્રચાર કરશે અને બાદમાં પુત્ર અખિલેશ માટે પ્રચાર કરશે.

  • Share this:
લખનૌ #સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને હાલના સંરક્ષક મુલાયમસિંહ યાદવનો ફરી એકવાર પુત્ર પ્રેમ અને ભાઇ પ્રેમ છલકાયો છે. મુલાયમસિંહે સોમવારે કહ્યું કે, પહેલા તે ભાઇ શિવપાલ માટે 11 ફેબ્રુઆરીથી પ્રચાર કરશે અને બાદમાં પુત્ર અખિલેશ માટે પ્રચાર કરશે.

મુલાયમસિંહે ઇટાવાથી જશવંતનગર બેઠકના સપાના ઉમેદવાર શિવપાલ યાદવ માટે વિધાનસભા ચૂંટણી માટે 11 ફેબ્રુઆરીથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. અહીં નોંધનિય છે કે, શિવપાલ ઇટાવાથી પોતાની પરંપરાગત જશવંતનગર બેઠકખી સપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 13 ફેબ્રુઆરીએ તે મેનપુરીમાં પ્રચાર કરશે. સંરક્ષક મુલાયમસિંહ યાદવે કહ્યું કે, પાર્ટીમાં કોઇ વિવાદ નથી આગામી મુખ્યમંત્રી તરીકે અખિલેશ યાદવ જ રહેશે.

યૂપીમાં સાત તબક્કામાં મતદાન

ઉત્તરપ્રદેશમાં 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન સાત તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ જુથ વચ્ચે ગઠબંધન બાદ પણ અહીં ત્રિકોણીય જંગ જોવા મળશે.

કેન્દ્રમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવ્યા બાદ પણ જે રીતે ભાજપને દિલ્હી અને બિહારમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો એ જોતાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આ ચૂંટણી મોટા પડકાર છે.

મુખ્યમંત્રીનો કોઇ ચહેરો સામે ના લવાતાં ફરી એકવાર યૂપી ઇલેકશન ભાજપ માટે પીએમ મોદીના ચહેરે લડાઇ રહ્યું છે. એનો કેટલો ફાયદો આ ચૂંટણીમાં મળશે એ તો ચૂંટણી પરિણામ જ બતાવશે.
First published: February 6, 2017, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading