પાણીની અછતને લીધે ગુજરાતમાં 72,918 હેક્ટરમાં થયું વાવેતર

News18 Gujarati
Updated: May 13, 2019, 10:15 AM IST
પાણીની અછતને લીધે ગુજરાતમાં 72,918 હેક્ટરમાં થયું વાવેતર
વરસાદના અભાવે ખેડૂતોએ વાવેતર ઘટાડ્યુ, આ વર્ષે માત્ર 72,918 હેક્ટરમાં જ વાવેતર થયું છે.

વરસાદના અભાવે ખેડૂતોએ વાવેતર ઘટાડ્યુ, આ વર્ષે માત્ર 72,918 હેક્ટરમાં જ વાવેતર થયું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજયમાં ચાલુ વર્ષે ઓછાના વરસાદ કારણે ઉનાળો શરૂ થતીની સાથે જ પાણીની તંગી સર્જાવા લાગી છે. જેને કારણે ઉનાળુ વાવેતરને માઠી અસર પહોંચી છે. ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

ઓછા વરસાદના કારણે ગુજરાતમાં  ખરીફ વાવેતર ઘટ્યુ છે. ચોમાસાની સીઝનમાં વરસાદ પૂરતો ન પડવાની અસર પાકના વાવેતર પર પડી છે. જેનાથી પાકનુ ઉત્પાદન પણ ઘટવાની સંભાવના વધી ગઈ છે. ઓછો વરસાદ થતાં અને રાજ્યના 25 ટકા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતી હોવાથી ત્યાં ભૂગર્ભના પાણી અને બંધના પાણીનો અભાવ સતત રહ્યો છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 72,918 હેકટરમાં ઓછું વાવેતર થયું છે.

ગયા વર્ષે સિઝનમાં રાજ્યમાં 7,49,112 હેક્ટરમાં વાવાતેર નોંધાયુ હતુ. આ ઉનાળુ સિઝનમાં અત્યાર સુધીમાં 6,86,194 હેક્ટરમાં વાવણી થઇ છે. આ સિઝનમાં ઘાસચારાનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે.

આ પણ વાંચો: નબળા ચોમાસાના યોગ : રાજ્યમાં માત્ર 40થી 50 ટકા વરસાદની શક્યતામોરબી, ડાંગ, અમરેલી, ભરુચ, પંચમહાલ, દાહોદ, બોટાદ, પોરબંદર જિલ્લામાં ખૂબ જ ઓછું વાવેતર થયુ છે. વાત કરીએ પાક ઉત્પાદનની તો, ડુંગળીની સૌથી ઓછી 15.95 ટકા વાવણી થઇ અને અડદ, શેરડી, ડાંગર સહિત મકાઇનું પણ વાવેતર ઓછું જોવા મળ્યું છે. જેને લઇ ખેડૂતો વાવેતર ઘટાડવા લાગ્યા છે.આ વખતે એવી ધારણા પણ ખેડૂતોની હતી કે નર્મદાનું સિંચાઈનું પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહેશે અને તેથી કૂલ વાવેતર અને કૂલ ઉત્પાદન વધશે. પણ સરકાર સિંચાઈ માટેનું પાણી પૂરું પાડી શકી નથી. જો આ વર્ષે પૂરતો વરસાદ પડે તો ખેડૂત ઝડપથી પાકનુ વાવેતર કરીને સામાન્ય વાવેતરના આંકડા સુધી પહોંચી શકે છે.

આ પાકનું વાવેતર ઘટ્યું

અડદ 3240  હેક્ટર

ડાંગર 26010  હેક્ટર

મકાઇ 8380 હેક્ટર

મગફળી 24289 હેક્ટર

ડુંગળી 7310 હેક્ટર

શેરડી 9261 હેક્ટર

મગ 9855 હેક્ટર

અન્ય પાક 2247 હેક્ટર

 
First published: May 13, 2019, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading