અષાઢી બીજ પહેલા રાજ્યમાં 28 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું

News18 Gujarati
Updated: July 3, 2019, 1:44 PM IST
અષાઢી બીજ પહેલા રાજ્યમાં 28 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું
ગુજરાતમાં 1 જુલાઇની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 33.32 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

ગુજરાતમાં 1 જુલાઇની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 33.32 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

  • Share this:
અમદાવાદ: આવતી કાલે અષાઢી બીજ છે અને રાજ્યમાં ઠેર-ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ગુજરાતમાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ થયો છે અને હજુ વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોએ વાવણી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, ગુજરાતમાં 1 જુલાઇની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 33.32 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હાલની સ્થિતિએ રાજ્યમાં 28.24 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચુક્યું છે. રાજ્યમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર 84, 76,895 હેક્ટર છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં ખરીફ વાવેતરમાં ડાંગર, બાજરી, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી,તલ, દિવેલા. સોયાબીન, કપાસ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. સૌથી વધારે વાવેતર મગફળી અને કપાસનું થયું છે.

આંકડાકીય વિગતો પ્રમાણે, ગયા વર્ષે 1 જુલાઇની સ્થિતિએ માત્ર 8.63 લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું હતું. સારા વરસાદની આશા છે.

અત્રે ઉલ્લખનીય છે કે, આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું મોડુ બેઠું હતું. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને છેલ્લા દિવસોમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનાં આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાનાં 68 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ઉંઝામાં અઢી ઇંચ વરસાદ છે. વલ્લભીપુરમાં પણ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યામાં આ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 15. 80 ટકા વરસાદ પડ્યો છે.


 
First published: July 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading