અમદાવાદ : મિલકત ઘેલા દીકરાએ 70 વર્ષની માતાને તલવારથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો, પોલીસમાં અરજી

અમદાવાદ : મિલકત ઘેલા દીકરાએ 70 વર્ષની માતાને તલવારથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો, પોલીસમાં અરજી
મિલકત પચાવી પાડવા માટે ઘેલો બનેલો દીકરો અને વહુ માની પાછળ તલવાર લઈને દોડ્યો

કળિયૂગનો દીપડા જેવો દીકરો : નરેશ ઉપાધ્યાય નામના વ્યક્તિ સામે વૃદ્ધ માતાએ પોલીસમાં અરજી કરી, દીકરો વારંવાર માતા પાછળ તલવાર લઈને દોડ્યો

  • Share this:
અમદાવાદ : શહેરના ઠક્કરબાપાનગરમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પુત્રએ જ રાત્રે ઊંઘમાં તેની માતાને મારી નાખવાની ખુલ્લી તલવાર સાથે  ધમકી આપી અને તેના અન્ય બે ભાઈઓ જે માતાની સાથે રહે છે તેમને પણ ઉપાડી જઈ મારી નાખવાની ધમકી આપી છે, કારણ છે મિલકત. ઠક્કરબાપાનગર ના ગંગા નગરમાં રહેતા કમલાબેન ઉપાધ્યાય જેમની ઉંમર 70 વર્ષ છે અને તેઓ પોતે વિધવા પણ છે તેમના બે પુત્રો સાથે તેઓ રહે છે ત્યારે તેના ખૂનનો તરસ્યો બનેલ ત્રીજો પુત્ર નરેશ ઉપાધ્યાય અને તેની પત્ની દક્ષા ઉપાધ્યાય સામે વૃદ્ધ માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને સગા પુત્ર સામે એવો આક્ષેપ કર્યો છે કે તેનું મકાન પચાવી પાડવા માટે તેના સગા પુત્ર એ જાહેરમાં તલવાર લઈને તેની પાસે આવી અને તેમના બંને પુત્રો સહિત ઘર ખાલી કરી દેવા ધમકી આપી અને વારંવાર ગંદી ગાળો અને ધમકી આપી ઘર ખાલી કરાવવા ભારે દબાણ કરે છે.

ફરિયાદી માતા ના વકીલ ભાવેશ બારોટે જણાવ્યું હતું કે અવારનવાર મારી નાખવાની ધમકી આપનાર પુત્ર નરેશ ઉપાધ્યાય ગંદી ગાળો બોલે છે મકાન ખાલી કરાવવા માટે ખુલ્લી તલવાર સાથે ધમકી પણ આપી રહ્યો છે ઉપરાંત ફરિયાદી માતાને તેના મકાનમાં રહેતો હોઇ કોઈપણ પ્રકારનું ભાડું કે ભરણપોષણ પણ આપતો નથી અને તેના પુત્ર તરીકેની ફરજ પણ બજાવતો નથી.માતાને એવી દહેશત છે કે તેને અને તેના બે પુત્રોને આરોપી નરેશ મકાન પચાવી પાડી અને મોકો મળતાં મારી નાખશે તેથી  કાયદેસર ની લેખિત ફરિયાદ અરજી કરી નરેશની અટક કરવામાં આવે અને ફરિયાદી માતા અને તેના બે પુત્રોને પોલીસ રક્ષણ પૂરું પાડવા માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે.

આ પણ વાંચો :  રાજ્યના 37 તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો

ફરિયાદી માતા જણાવે છે કે હાલમાં હું મારા બે પુત્રો સાથે રહું છું મારે કુલ ચાર પુત્રો હતા જેમાંથી હાલમાં વિનોદભાઈ અને સોનુભાઈ મારી સાથે રહે છે જ્યારે રાજુભાઈ નું અવસાન થયેલ છે અને નરેશ તેના લગ્ન અગાઉ ભાગીને 25 વર્ષથી બોમ્બે તેમજ અન્ય જગ્યા ઉપર રહેતો હતો અને લગ્ન પહેલા ક્યારે મારી સાથે રહેવા આવ્યો પણ નથી તેથી તેણે આજ દિન સુધી કોઈપણ પ્રકારની મારી દવા દારૂ ની પણ વ્યવસ્થા નથી કરી અને હું મારા બે પુત્ર વિનોદ અને સોનુભાઈ સાથે રહેતી આવી છું.

અચાનક એક દિવસ પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલો નરેશ મારા પુત્ર રાજુભાઈ નું અવસાન થતા અમારી માલિકીના મકાનમાં જબરદસ્તી આવી ઘૂસી ગયો અને થોડા સમયમાં જ અમને અમારા સાથે રહેતા બંને પુત્રોને મકાન ખાલી કરવા કહી દીધું.

આ પણ વાંચો :  સુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ

નરેશ અને તેની પત્ની અમારી માલિકીનું મકાન મકાન પચાવી પાડવા માંગતા હોઇ અવારનવાર મને મારા પુત્રને ગંદી ગાળો અને તલવાર સાથે ધમકી આપે છે અને તલવાર સાથે અમારી પાછળ મારવા દોડે છે..
Published by:Jay Mishra
First published:July 05, 2020, 12:23 pm

ટૉપ ન્યૂઝ