અમદાવાદ : નકલી CBI અધિકારી ઝડપાયો, પોલીસમાં નોકરી અપવાના નામે લાખોની ઠગાઈની ફરિયાદ


Updated: January 7, 2020, 6:19 PM IST
અમદાવાદ : નકલી CBI અધિકારી  ઝડપાયો, પોલીસમાં નોકરી અપવાના નામે લાખોની ઠગાઈની ફરિયાદ
નકલી સીબીઆઈ અધિકારીએ છેતરેલા મોટાભાગના લોકો મોડાસાના હોવાનો ખુલાસો

આરોપી મૌલિક ધીરજલાલ ડાંગ્રેસિયા સામે પાંચમો ગુનો, હજુ એક ગુનો નોંધાશે, પરિવારને મૌલિક સાથે સંબંધ ન હોવાની છાપામાં જાહેરાત પણ આપી

  • Share this:
અમદાવાદઃ 'સીબીઆઈ અધિકારી છુ તમારા કેસની પતાવટ કરી આપીશ' ઉપરાંત પોલીસમાં નોકરી અપાવવાની ક્ષમતા ધરાવતો હોવાનું કહીને એક ઠગે અનેક લોકોને છેતર્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. અને ફરી એક વાર આ જ ઘટના અને આ જ શખ્સ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી મૌલિક ધીરજલાલ ડાંગ્રેસિયા અગાઉ પણ નિકોલ પોલીસના હાથે ઝડપાયો હતો અને ફરી એક વાર 11 લાખ રૂપિયા પડાવવાના કિસ્સામાં તેની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે આરોપી કોઇ કામધંધો કરતો નથી અને તેના પિતા એફએસએલના રિટાયર્ડ અધિકારી છે. મૌલિકની આ કરતૂતોને કારણે જ પરિવારે છાપામાં જાહેરાત પણ આપી હતી કે તેની સાથે પરિવારને કોઇ લેવાદેવા નથી.
પોલીસ ઇન્સપેક્ટર તરીકે નોકરી આપવાનું કહી યુવક પાસેથી ઠગ મૌલિકે લાખોની ઠગાઇ કરી હોવાની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :

પોલીસમાં નોકરી અપાવના નામે 11 લાખ ખંખેર્યા

નરોડાના હસમુખ પ્રજાપતિએ નિકોલ પોલીસ મથકમાં મૌલિક ડોગરેસિયા સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. વર્ષ 2010માં મૌલિક સાથે હસમુખની મુલાકાત થઈ હતી. મૌલિકે CBIનો અધિકારી હોવાની ઓળખ આપી હસમુખની પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા 11 લાખ ખંખેરી લીધાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2010 થી ઠગ મૌલિકે પોતાની ઓળખ સીબીઆઇના અઘિકારીની આપીને અનેક લોકોને સરકારી નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઇ આચરી છેઆ પણ વાંચો : ધાનાણીએ બાળમૃત્યુના મુદ્દે અજ્ઞાનતાનું પ્રદર્શન કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ : નીતિન પટેલ

મોડાસાના લોકો છેતરાયા

જોકે, મોટાભાગના ભોગ બનનાર અરવલ્લીના મોડાસામાં રહેતા હતા. આ પરિવારોને સરકારી નોકરીની લાલચ આપીને છેતરપિડી આચરી છે. મૌલિક છેલ્લા ઘણા વર્ષોથી લોકોને આ રીતે લાલચો આપીને નોકરી બાબતે ગોળ ગોળ ફેરવતો હતો. અને બાદમાં ખ્યાલ પડ્યો કે અનેક લોકો પોતાની માયાજાળમાં ફસાઇ રહ્યા છે જેથી તેણે લોકોને છેતરવાનું કામ વધાર્યું હતું.

આ પણ વાંચો : સુરત : ગૃહિણીઓ સાવધાન! નકલી મસાલા, સાબુ અને ડિટર્જન્ટ સાથે બેની ધરપકડ

'મોજશોખ માટે લાખો રૂપિયા પડાવતો'

માત્ર મોજશોખ માટે જ તે આ રીતે લોકો પાસે લાખો રૂપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહિ પોલીસે તેની પાસા કરી તો તે હાઇકોર્ટમાં જતા પાસા પર સ્ટે આવ્યો હતો. જેથી પોલીસે હવે વધુ એક ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી મૌલિકના પિતા રિટાયર્ડ એફએસએલ અધિકારી હોવાનું સામે આવ્યું છે..તેણે માત્ર સીબીઆઇના અધિકારી ની જ નહિ પણ અન્ય વિભાગોની નોકરી અપાવવાનું કહીને પણ ઠગાઇ આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે..
First published: January 7, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading