અમદાવાદ : જમાઇએ પત્નીના બીભત્સ ફોટો મોકલતા સસરા સ્તબ્ધ!

અમદાવાદ : જમાઇએ પત્નીના બીભત્સ ફોટો મોકલતા સસરા સ્તબ્ધ!
પ્રતિકાત્મક તસવીર

પતિએ પત્નીના જે યુવક સાથેની તસવીરો સસરાને મોકલી હતી તે યુવક સાથે પહેલા યુવતીના લગ્ન નક્કી થવાના હતા.

 • Share this:
  હર્મેશ સુખડિયા, અમદાવાદ : પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાઓના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળતાં હોય છે. પરંતુ હવે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જમાઇએ તેની પત્નીના અન્ય યુવક સાથેના બીભત્સ ફોટોગ્રાફ્સ તેના સસસરાને મોકલી દીધા હતા. પતિએ પત્નીના જે યુવક સાથેની તસવીરો સસરાને મોકલી હતી તે યુવક સાથે પહેલા યુવતીના લગ્ન નક્કી થવાના હતા. પતિએ સસરાના વોટ્સએપ નંબર પર આ તસવીરો મોકલી હતી. જમાઈએ મોકલેલી તસવીરો અને સંદેશ જોઈને સસરા સ્તબ્ધ થઈ ગયા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  મળતી માહિતી પ્રમાણે વિજય ચાર રસ્તા પાસે રહેતા 63 વર્ષીય વૃદ્ધ વેપારીએ વર્ષ 2013માં તેની દીકરીના લગ્ન એક યુવક સાથે કરાવ્યા હતા. યુવક હાલ કેનેડા રહે છે. લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે તકરાર થતાં યુવતી અમદાવાદ પિયરમાં આવી ગઇ હતી અને જમાઇ પણ અમદાવાદ આવી ગયા હતા.

  વર્ષ 2016માં જમાઇનો સંપર્ક થતાં તેમને ટિકિટ આપી અમદાવાદ બોલાવ્યા હતા અને ત્યારે નવું સરનામું આપશે તેમ કહી જમાઇ ત્યાંથી જતો રહ્યો હતો. પાંચેક દિવસ બાદ જાણ થઇ કે જમાઇએ પણ સસરાપક્ષ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદમાં યુવતીએ પણ આઇપીસી 498 મુજબ ફરિયાદ નોંધાવતા કોર્ટ કેસ ચાલ્યો હતો.

  એવામાં 14 માર્ચ 2018ના રોજ વૃદ્ધના વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યા હતા. જેમાં જમાઈએ અગાઉ તેની પત્નીના જે યુવક સાથે લગ્ન નક્કી કરવાના હતા તેનો ફોટો અને પત્નીના બીભત્સ ફોટો મોકલ્યાં હતાં. પ્રથમ વખત આવી તસવીરો મળ્યાં બાદ જમાઇ સુધરી જશે તેવું માનીને સસરાએ જતું કર્યું હતું. જોકે, જમાઈએ ફરી તા. 8મી ફેબ્રુઆરીના રોજ રિસેપ્શન કાર્ડના સ્માઇલીવાળા ફોટો મોકલતા આખરે સસરાએ જમાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા યુનિ. પોલીસે આઇટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો : 
  Published by:News18 Gujarati
  First published:September 14, 2019, 09:36 am

  ટૉપ ન્યૂઝ