Home /News /madhya-gujarat /અમદાવાદ: પુત્રની આત્મહત્યાને છૂપાવવામાં પરિવાર રહ્યો સફળ, ઘરકંકાસે આ રીતે 70 દિવસે મોતનો ભાંડો ફોડ્યો

અમદાવાદ: પુત્રની આત્મહત્યાને છૂપાવવામાં પરિવાર રહ્યો સફળ, ઘરકંકાસે આ રીતે 70 દિવસે મોતનો ભાંડો ફોડ્યો

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના ડરે લાશ નહીં મળે તેની બીકમાં પુત્રનું મોત હાર્ટએટેકથી આવ્યું હોવાનું અડોશ-પડોશનમાં કહીને આપધાતને છુપાવવાની કોશિષ કરી હતી

અમદાવાદ : ગુજરાતીમાં એક કહેવત છે કે 'ઘર ફૂટે ઘર જાય', આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. કોરોનાની મહામારીના કારણે ઘડાયેલા કાયદાની પ્રક્રિયાથી અજાણ લોકો કેવી ગંભીર ભૂલો કરી બેસતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે નાના ચિલોડા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિના મૃત્યુના 70 દિવસ બાદ પત્નિ નરોડા પોલીસ સ્ટેશનમાં સાસરીયા વિરુધ્ધ ફરિયાદ કરવા ગઇ જેની હકીકત સાંભળને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પતિનું મૃત્યુ હાર્ટએટેકના કારણે નહી પરંતુ ગળેફાંસો ખાવાથી થયુ હોવાનો ઘટકસ્ફોટ પત્નિએ પોલીસ સમક્ષ કર્યો હતો. કોરોના વાઇરસના કારણે ડેડબોડી નહી મળે તેવા ડરથી પોલીસને જાણ કર્યા વગર પતિની લાશને સાસરીયાએ બારોબાર અંતિમસંસ્કાર કરી દીધા હતા.

નરોડાના નાના ચિલોડા ખાતે રહેતી 27 વર્ષિય સીમા શર્માએ નરોડા પોલીસ સ્ટેશનમાં સસરા રાકેશ શર્મા, સાસુ મીનાદેવી, દિયર અમિત અને નણંદ નિશા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અંગે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે વર્ષ 2014માં સીમાના લગ્ન જય સાથે થયા હતા અને લગ્નના થોડા દિવસો બાદ સાસુ, સસરા અને દિયર સીમાને ત્રાસ આપતા અને તકરાર કરતા હતા. ડીસામાં રહેતી નણંદ નિશા પણ ઘરે આવતી તો સીમાને કહેતી કે, તું દહેજમાં કઈ લાવી નથી. તેમ કહી બીજા લોકોને ચઢામણી કરતી હતી.

સરકારી 'બાબુ' ACBના સકંજામાં: આ વર્ગ-3 અધિકારીએ ભેગી કરી અધધધ.... 77 લાખની બેનામી સંપત્તિ

સરકારી 'બાબુ' ACBના સકંજામાં: આ વર્ગ-3 અધિકારીએ ભેગી કરી અધધધ.... 77 લાખની બેનામી સંપત્તિ

ગત ૪ ઓકટોબરના દિવસે સીમાનો પતિ જય બપોરે ઘરે આવ્યો હતો અને તેની માતા પાસેથી બીજા ઘરની ચાવી માંગી હતી. માતાએ ચાવી નહી આપતા આપતા તે ઉપરના રૂમમાં ગયો હતો. સીમા થોડીવાર પછી ઉપર રૂમમાં ગઈ અને જોયું તો પતિ જયે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. સીમાએ બુમાબુમ કરી દેતા પરિવારના સભ્યો ભેગા થઇ ગયા હતા અને હાર્ટએટેકમાં મોત થયુ હોવાનું કહીને તેનું અંતિમસંસ્કાર કરી દીધા હતા. કોરોનામાં ડેડબોડી નહી મળે તે માટે પોલીસને જાણ બહાર અંતિમસંસ્કાર કરી દીધા.

દાહોદ: જેલમાં બંધ છતા ના સુધર્યો PSI, દુષ્કર્મ પીડિતાને જેલમાં બેઠા-બેઠા આપી ધમકી

દાહોદ: જેલમાં બંધ છતા ના સુધર્યો PSI, દુષ્કર્મ પીડિતાને જેલમાં બેઠા-બેઠા આપી ધમકી

દારુના નશામાં આવેલા જયે માતા સાથે બોલાચાલી કર્યા બાદ ગળેફાંસો લગાવીને આપધાત કરી લીધો હતો. આપધાતના કારણે આખા પરિવારમાં શોક ફેલાઇ ગયો હતો ત્યારે પરિવારના આગેવાનોએ જયના આપધાતનું રહસ્ય છુપાવીને અંતિમ સંસ્કાર કરી લેવાનો નિર્ણય લીધો હતો. જયના મોત મામલે અડોશપડોશના લોકોને હાર્ટએટેક આવ્યા હોવાનું બહાનું બતાવ્યુ અને ત્યારબાદ પોલીસને આપધાતનું કારણ છુપાવીને અંતિમ સંસ્કાર કરી લીધા હતા.

સાસરિયાં સીમા પાસે દહેજમાં પતિના વેપાર માટે રૂપિયાની માંગણી કરતા અને ત્રાસ આપતા હતા. જેને લઇને તેને પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસ એ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन