'હું મારી સાસરીમાં કંઈ આપું એ તમને ગમતું નથી,' અમદાવાદના કળિયુગના પુત્રએ સગી જનેતાને ફટકારી

'હું મારી સાસરીમાં કંઈ આપું એ તમને ગમતું નથી,' અમદાવાદના કળિયુગના પુત્રએ સગી જનેતાને ફટકારી
પ્રતીકાત્મક તસવીર

મહિલાના આરોપી દીકરાની સાળીના લગ્ન હોવાથી પહેરામણીમાં શું લેવું તેના વિશે ઘરમાં ચર્ચા ચાલી રહી હતી.

  • Share this:
અમદાવાદ: કહેવાય છે મા તે મા બીજા બધા વગડાના વા. મા માટે આપણા સમાજમાં અનેક કહેવતો પણ છે. મા શબ્દ માટે ગમે એટલું કહીએ તે ઓછું પડે. પરંતુ ક્યારેક કેટલાક સંતાનો આ કહેવતો સામે કલંકરૂપ સાબિત થતાં હોય તેવા બનાવો સામે આવે છે. આવો એક બનાવ અમદાવાદ શહેરના વાસણા વિસ્તાર (Vasna area- Ahmedabad)માં જોવા મળ્યો છે. પુત્રના સાળીના લગ્ન (Sister In Law Marriage) હોવાથી પહેરામણી આપવાની વાતને લઈને બોલાચાલો થતાં પુત્રએ પોતાની માતા (Mother)ને માર માર્યો છે. આ મામલે સગી જનેતાઓ પોતાના પુત્ર સામે પોલીસ ફરિયાદ (Ahmedabad Police) આપી છે.

બનાવની વિગત જોઈએ તો વાસણા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેઓ તેના પુત્રની સાળીના લગ્ન હોવાથી પહેરામણી માટે શું લેવાનું છે તે અંગે વાતચીત કરતા હતા. આ દરમિયાન મહિલાએ તેના પુત્રને કહ્યું હતું કે, તારે જે આપવું હોય તે તારા સસરાને પૂછીને આપજે. આવું કહેતા જ તેનો પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેની માતાને કહેવા લાગ્યો હતો કે, 'હું મારી સાસરીમાં કંઈ આપું એ તમને ગમતું નથી.' આવું કહીને પુત્ર તેની માતાને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો.આ પણ વાંચો: છોટાઉદેપુરમાં શિક્ષકે કરી શિક્ષકની હત્યા, હત્યારાના નવમી ડિસેમ્બરના રોજ લગ્ન

લાકડીથી માર માર્યો

વાત આટલેથી અટકી ન હતી. કળિયુગી પુત્રએ બાદમાં તેની માતાના પેટમાં ફેંટો મારીને એક હાથ પર લાકડીનો ફટકો માર્યો હતો. આ દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડીને મહિલાને વધુ મારમાંથી છોડાવી હતી. આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ આવે તે પહેલાં મહિલાનો પુત્ર ઘરેથી રફુચક્કર થઈ ગયો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ-

મહિલાને સંતાનોમાં ચાર દીકરા અને એક દીકરી છે. જેમાંથી દીકરી અને એક દીકરાના લગ્ન થઈ ગયા છે. મહિલા પતિ છૂટક મજૂરી કરે છે. ફરિયાદી ઘરકામ કરે છે અને તમામ સંતાનો તેમની સાથે રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:December 04, 2020, 12:17 pm

ટૉપ ન્યૂઝ